Abtak Media Google News

ભડલી હુદડ જોશી: મારવાડ

વરતારા

૧૨મી સદી, અર્થાંત ૮૦૦ વર્ષ પહેલાની વાત ૨૧મી સદીમાં પણ આ વરતારા સાચા પડે છે. ભડલી એક દીકરી કે છોકરી હતી. તેના પિતા ભડલીના હતા. મારવાડ (રાજસ્થાન)માં નામચીન જયોતિષી હતા. તેઓ ભડલીના પિતાશ્રી છે. ઉપગ્રહ-સેટેલાઈટ નહોતાતે વખતથી વરસાદના વરતારા જોવાય છે. અને તે સાચા પડે છે. ભડલીના વરતારા હોળીનું પ્રાગટય થાય અને પવન કઈ દિશામાં ફૂંકાયો ત્યારથી શ‚ કરીને ભાદરવાના ‘હાથિયા મેઘ’સુધીનાં વરતારા કરતા હતા અને તે જમાનામાં ખેડૂતોનો આધાર વરતારો અને વરસાદ હતા. ભડલીએ હૂદડ જોષીના આધારે સીધા સાદા વાકયો તૈયાર કર્યા હતા જે બાદમાં ભડલી વાકયો તરીકે જાણીતા થયા હતા.

બોંતેરિયા ફૂંકાય તો વરસાદ ન થાય. ‘અષાડી બીજ કોરી જાય તો વરસાદ ન થાય. શનિવારે વરસાદ આવે તો હેલી થાય. ભડલી વાકયોમાં મોટે ભાગે બીજ-પાંચમ અને અગ્યારસને જોડીને ભડલીએ વરતારા કર્યા છે જે ૮૦૦ વર્ષ પછી પણ સાચા પડે છે, ભારત સરકારનું હવામાન ખાતું અને વેધશાળા. હજુ અત્યારે પણ ભડલી વરતારા સાચા અને કયાંક ભડલીના પિતા અને ભડલીના ફોટા કયાંક પ્રાપ્ય હોવાનો સંભવ નથી કારણ કે ૮૦૦ વર્ષ પહેલાની આ વાત છે.

વરતારો

મકરસંક્રાંતિ તથા કર્કસંક્રાંતિ-કાલગણનામાં અને જયોતિષમાં મહત્વના દિવસો ગણાય છે. આજે શનિવાર છે. શનિવારને કૂરવાર કહે છે. આજની મકરસંક્રાંતિ અને ગત જુલાઈની ૧૬મી તારીખે ગયેલી કર્ક સંક્રાંતિ બંને શનિવારે આવ્યા છે.

‘કર્ક મકરકા સંક્રમણ દોનો એકહી ક્રુરવાર

ઉલટ સુલટ શાંતિહનન કથત ભવાની સાર’

રાજનૈતિક ઉથલપથલ, યુધ્ધ ઝઘડા વિગેરે સુચવે છે.

‘મહી કંપન શાંતિ હનન, કથત ભવાની સાર’

ધરતીકંપની શકયતા પણ ખરી !

 

વરસાદનું શાસ્ત્ર !

જેઠ બીતી મહલ વસ્યા

જો અમ્બર ગજે

અષાઢ સાવન જાય સુખો

ભાદવા વર્ષા કરે

જો અષાઢમાં મેઘ ગરજે અને વર્ષા થાય તો અષાઢ શ્રાવણીમાં વરસાદ નહિ થાય. ભાદરવાં માસમાં ચોકકસ વર્ષા થશે. કર્ક કે મંગળ હોમે જસબે, નિશ્ર્ચય વર્ષા વરસે તબસે. જે સમયે કર્ક રાશિમાં મંગળ પ્રવેશે ત્યારે વર્ષા અવસ્ય થાય.

સાવન પછિયા ભાદવ પૂરવા,

આસિન વહે ઈન

ક્રાંતિક ક્ધતા સિકિયો

ન ડોલે કતચક રાખબ ધાન,

શ્રાવણ માસમાં પશ્ર્ચિમની હવા ચાલે અને પૂર્વની અને આશ્ર્વિનમાં ઉત્તર પૂર્વ હતા વહે અને કાર્તિકમાં ચાલે જ નહિ તો અન્નનું ઉત્પન્ન વધારે થશે.

અસિન બહૈ નૈઋતા

ભરી બોલાય ધાધસે

ઉપજે નહિ ભરી બીવા

જો શ્રાવણી માસમાં પૂર્વે, ભાદરવામાં પશ્ર્ચિમ દક્ષિણની હવા ચાલે તો એક શેર પણ અનાજ નહિ થાય.

જો સાવન મેં બહ પરવૈયા

બે બરદ કે કાન મૈયા.

જો શ્રાવણમાં પૂર્વની હવા ચાલે તો બળદ વેચી ગાયખરીદવી જ શ્રેયસ્કર છે.

જો સાવન બહૈ બડદ હાંસા

બીઆ કહી કરે ગૈધાસા.

જો શ્રાવણમાં પશ્ર્ચિમ દક્ષિણની હવા ચાલે તો છોડ કાપીને ગાયને ખવડાવી દો, કારણ કે અનાજ નહિ થાય.

આવત નહિ અદર કિયે,

જાત ન દીન્હે હસ્ત,

એ દોનો બબહી પડે

અષાઢનું આદ્રી નક્ષત્ર જે વરસાદનું આદિ નક્ષત્ર છે. એમાં જો વરસાદ ન થાય તથા હસ્તનક્ષત્ર જે આશ્ર્વિન માસમાં હોય છે. એમાં વર્ષા ન થાય તો અનાજ નહિ થાય જેવી રીતે પંડિતોનો આવતા આદર ન થતા અને જતી વખતે વિદાય ન આપતા પંડિત દુ:ખી થઈ જાય છે, એ જ રીતે આદ્રા અને હસ્ત નક્ષત્રમાં વર્ષા ન થવાથી ગૃહસ્થને પણ દુ:ખી થવું પડે છે.

સાવણ પહલી પંચમી

જો બાજે બહુ બાય,

કાલ પડે સહુ દેશમાં

મિનખ મિનખ નૈ ખાય.

શ્રાવણ સુદ પાંચમે જો વાયું વેગથી ચાલતો હોય તો સમગ્ર દેશમાં ભયંકર દુકાળ પડે, જેમાં માનવી માનવી ને જ ખાવા થાય એવી પરિસ્થિતિ સર્જાય.

વરતારો: પોષ સુદ ૧૦

‘દશમ્યાં પોષ માસસ્ય, યદા વિધુ , ધ્ધિમાન્વિતા

તનાતિવૃષ્ટિ તો ધાન્ય-નિષ્પત્તિ: નહિ સંભવતા !’

પોષ સુદ દસમના દિવસે હોય પડે, વીજળી થાય તો અતિવૃષ્ટિથી લીલો દુકાળ પડે.

વરતારો: પોષી પુનમ

‘પૌષી પુનમે આભમાં મેઘ આચ્છાદત હોય;

તાંબુ, ‚પું સુવર્ણમાં જલ્દી તેજી જોય !’

આકાશ વાદથી ઘેરાયેલું હોય તો તાંબુ, ચાંદી, સોનામાં તેજી,

‘પોષી પુનમ ગરજિયો, ગયણ ઝબુકે બીજ;

ભડલી કે છે માનજો, એક જ રાષે બીજ’

આજે મેઘગર્જના અને વીજળી હોય તો સોળ આની વર્ષ થાય.

‘પૌષસ્ય પૂર્ણમાસી ચેદુ, ન્યુના ચ ઘટિકા ત્રયમુ

ધાન્ય રાશિ-પ્રદા મહ્યાં તદા વર્ષા શુભા ભવેત્’

પુનમ જો ત્રણ ઘડી ઓછી હોય તો પણ ધાનના ઢગલા થાય.

વરતારા

‘સ્વાતિ દિવા જો બળે, વિશાખા છૂટે ગાય, ધણાંક ભડલી રણ ચડે, પૃથ્વી પ્રઅલ્લે થાય.’

દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્ર હોય અને નવા વર્ષનાં દિવસે વિશાખા નક્ષત્ર હોય તો યુધ્ધમાં, હુલ્લડમાં ઝઘડામાં ઘણી જાનહાની થાય.

‘કાર્તિક માવસ કે દિના, સ્વાતિ નખત વિચાર, ગિરે કહૈ ભૂકમ્ય સે પર્વત ઘા મીનાર !’

‘કાર્તિક માવસ કા દિવસ સ્વાતિ ‚ખ સંયોગ,

ઋતુ હોય નભ ગર્જના, ભૂકમ્પનકા યોગ’

દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્ર હોય તો ધરતીકંપનો યોગ કહેવાય તે દિવસે મેઘગર્જના થાય તો ઋતુઓ વિપરીત બને.

‘દિવાળી જે વારમા, ધનાધિપતિ તે થાય;

કાર્તિક સુદની પંચમી કોટવાલ કહેવાય;

પડવી સુદિ આસો તણો, સેનાનાયક સોય,

મીન દુર્ગેશ્યો કીજિયે, કાળી રોહણ હોય

વરતારો: માગસર વદ અમાસ

‘શનિ, આદિત અ‚ મંગલો પોષ અમાવસ હોઈ,

દોગુનો, તિગુનો, ચોગુનો, નાજ મહંગો હોઈ’

માગસર માસની અમાસ સાથે શનિ, રવિ કે મંગળવાર હોય તો મોંઘવારી વધે. શનિવાર હોય તો અનાજના ભાવ બમણા થાય. રવિવાર હોય તો ત્રણ ગણા થાય અને જો મંગળવાર હોય તો ચાર ગણા થાય !

પરંતુ આ બધુ હોવા છતાં સાથષ જો મૂળ નક્ષત્ર હોય તો કોઈ ચિંતા નહિ !

‘પોષી માવસ મૂલ રિખ શનિ, રવિ, મંગળવાર:

જલ વર્ષે હર્ષે પ્રજા લાભે અન્ન અપાર’

વિશેષમાં

‘પોષ અમાવસ મૂલ કો, સરસૈ ચારો બાય;

નિશ્ર્ચય બાંધો ઝોપડા, વર્ષા હોઈ સવાઈ’

મૂળ નક્ષત્રની સાથે સાથે જો ચારે દિશાઓનો પવન વાઝડી હોય તો ઉંચાઈએ ઝુંપડી બાંધજો, નહિ તો સવાયો વરસાદ થતા પૂરમાં ઝુંપડા તણાય જશે!

વરતારો: પોષ સુદ ચોથ

‘પૌષે શુકલ ચતુર્થ્યા, તુ, વિધુ તાં દર્શન શુભમ્

અભ્રચ્છન્નં નભ: શ્રેષ્ઠ મસ્યામ્ ઈન્દ્રધનુષ્તથા’

પોષ સુદની ચોથના દિવસે વિજળીના ઝબકાર જોવા મળે તો તે શુભ ચિહન છે. આખું આકાશ જો વાદળોથી છવાયેલું હોય કે મેઘ ધનુષ્ય જોવા મળે તો તે શ્રેષ્ઠ છે.

વરતારો: પોષ સુદ પાંચમ

‘કાર્તિક સુદિ દ્વાદશિકો દેખૂ

માર્ગશીર્ષ દસમી અવરેખ

પોષ સુદિ પંચમી વિચાર,

માધ સુદિ સાતે નિરધાર

તા દિન જો મેઘા ગરર્જત

માસ ચાર અંબર વરસંત’

કારતક સુદ બારશે મેઘગર્જના સંભળાય તો અષાઢમાંમાં સારો વરસાદ થાય. માગસર સુદ દસમીએ મેઘગર્જના સંભળાય તો શ્રાવણમાં સારો વરસાદ થાય. પોષ સુદ પાંચમની દિવસે મેઘ ગર્જના સંભળાય તો ભાદરવામાં સારો વરસાદ થાય. મહા સુદ સાતમના દિવસે મેઘગર્જના સંભળાય તો આસોમાં સારો વરસાદ થાય. ઉપરોકત બધી તિથિઓએ મેઘગર્જના સંભળાય તો વર્ષ ઉત્તમ જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.