Abtak Media Google News

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરશે તેવી સંભાવના: સૌરાષ્ટ્રમાં ગુરૂવારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૧૨૧.૬૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. મેઘરાજા હજુ વિરામ લેવાના મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. રાજસન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો-પ્રેશર તા દક્ષિણ ગુજરાતમાં સક્રિય યેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસરતળે આગામી ગુરૂવાર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે, સોરાષ્ટ્રમાં સાર્વત્રીક કે ભારે વરસાદની સંભાવના ખૂબજ નહીંવત છે. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. ગુરૂવારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરવામાં આવી છે.

દક્ષિણ-પૂર્વ રાજસન અને તેની સાથે જોડાયેલા ઉત્તર-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ પર લો-પ્રેસર સો સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સાયકલોનિક સકર્યુલેશન સક્રિય હોવાના કારણે આગામી ગુરૂવાર સુધી રાજ્યમાં ફરી એકવાર આગાહી હવામાન વિભાગદ્વારા આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારી ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલી જ્યારે મંગળવાર અને બુધવારે પણ આ જ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. ગુરૂવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી ઉપરાંત દમણ દાદરા નગર હવેલી, સુરત અને સૌરાષ્ટ્રના અમરેલી થતા ભાવનગર જિલ્લામાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે-બે સીસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી ચાર દિવસ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૯ જિલ્લાના ૫૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં ૪॥ ઈંચ જેટલો પડયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસી મેઘવિરામ જેવો માહોલ હોય ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં આજ સુધીમાં ૧૨૧.૬૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ રીઝીયનમાં ૧૪૨.૧૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૩.૮૬ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૨.૮૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૦.૮૨ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૩૩ ટકા જેટલો વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્રમાં ચાર દિવસી મેઘવિરામ હોવા છતાં છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક સતત ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા છ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જેમાં ભાદર ડેમમાં ૦.૧૩ ફૂટ, મોજ ડેમમાં ૦.૨૦ ફૂટ, સોડવદરમાં ૦.૧૬ ફૂટ, ઈશ્વરીયામાં ૦.૩૩ ફૂટ, મચ્છુ-૩માં ૧.૧૫ ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.