Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગત સપ્તાહે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે બનાવવામાં આવેલા અન્ડર બીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.લોકાર્પણના પાંચ દિવસમાં જ બ્રિજમાં વગર વરસાદે પાણી પાણી થતા લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા. પેટાળમાંથી નીકળતા પાણીનો અલાયદા ટાંકામાં નિકાલ  કરતી મોટર બંધ પડી ગઈ હોવાના કારણે બ્રિજમાં પાણી ભરાયું હોવાનું દાવો મહાપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ શહેરમાં હાલ નિર્માણાધીન પાંચ બ્રિજ માટે અલાયદા સેલની રચના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવે છે. જેના વડા તરીકે સિટી એન્જિનિયર એચ.યુ.દોઢીયાની નિમણૂક કરવામાં આવી છે. હાલ મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરના અલગ-અલગ ત્રણ રાજમાર્ગો પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.જેમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયેંગલ ઓવરબ્રિજ, કે.કે.વી ચોક ખાતે મલ્ટીલેવલ ઓવરબ્રિજ, જડડૂસ રેસ્ટોરન્ટ પાસેના ચોકમાં ઓવરબ્રિજ લ,૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી અને નાના માવા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. જેનું કામ સમય મર્યાદામાં  પૂર્ણ થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક બ્રિજ સેલની રચના કરવામાં આવી છે.જેના વડા તરીકે સિટી એન્જિનિયર યુ.એચ.દોઢિયાની નિમણૂક કરવામાં આવી છે.આ સેલમાં ત્રણ ડેપ્યુટી એન્જીનીયર પણ નિયુક્ત કરાયા છે.જેમાં ગૌતમ જોશીને કાલાવાર રોડ સ્થિત કે.કે.વી ચોક બ્રીજ અને જડ્ડુસ  રેસ્ટોરન્ટ પાસેના ચોક ખાતે બની રહેલા બ્રિજની જવાબદારી સોંપવામાં આવી છે. અમિત ડાભીને નાના માવા સર્કલ અને રામદેવપીર ચોકડી ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજની જવાબદારી સોંપવામાં આવી છે. તો શ્રીવાસ્તવને હોસ્પિટલ ચોક જવાબદારી સોંપાઈ છે. તે તમામ બ્રિજના ક્ધસલ્ટન્ટની જવાબદારી સિટી એન્જિનિયર સંભાળશે.

બીજી તરફ ગત ૨૧મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલા આમ્રપાલી બ્રિજ જાણે  સમસ્યાનું એપી સેન્ટર બની ગયો હોય તેઓ લાગી રહ્યું છે.કારણ કે બ્રીજ ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિકની સમસ્યા હલ થવાની બદલે વકરી છે.જેના કારણે રૈયા રોડથી કિસાનપરા ચોક તરફ જવા માટે બ્રિજની બહાર નીકળ્યા પછી છેક મેયર બંગલા સુધી જઈ ત્યાંથી યુ.ટર્ન લેવો પડે છે. ટ્રાફિકની સમસ્યાને કારણે બાલભવન સામેનો ડિવાઈડર બંધ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન કાલે સવારે ભરશિયાળે આમ્રપાલી બ્રિજ પાણી પાણી થઇ ગયો હતો.બ્રિજના નિર્માણ માટે ૩૦ ફૂટ સુધી ખોદાણ કરવામાં આવ્યું છે જેના કારણે પેટાળનું પાણી ઉપર આવી રહ્યા છે.આ પાણીના નિકાલ માટે એક ઇલેક્ટ્રિક મોટર મૂકવામાં આવી છે.જે પાણી એકત્રિત થાય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને પાણીનો નિકાલ એક ટાંકામાં કરી દે છે. પરંતુ આ મોટર ગઈકાલે ટેકનિકલ ફોલ્ટ સર્જાવાના કામે ચાલુ ન થતા બ્રિજમાં પાણી ભરાયું હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જો કે સમસ્યાનું હાલ કલાકોમાં આવી ગયો હતો. આજે સવારથી બ્રિજમાં પાણી ભરાયું ન હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.