Abtak Media Google News

રેલવે મંત્રાલયે રેલવે પ્રોટેક્શન ફોર્સ / રેલવે પ્રોટેક્શન સ્પેશ્યલ ફોર્સમાં 9,739 ની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.

રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, કુલ જગ્યાઓમાં 8,619 કોન્સ્ટેબલ્સ (4403 પુરૂષ અને 4216 સ્ત્રી) માટે છે, જ્યારે 1,120 સબ-ઇન્સ્પેક્ટર માટે(819 પુરૂષ અને 301 મહિલા) છે.

કોન્સ્ટેબલના હોદ્દા માટે અરજી કરતા ઉમેદવારોને ધોરણ-દસ પાસ કરેલ હોવા જોઇએ અને 18-25 વર્ષ વય જૂથમાં હોવા જોઈએ, જ્યારે સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી કરતા હોય તે સ્નાતક(ગ્રેજુએટ) હોવા જોઈએ અને 20-25 વર્ષની વય જૂથમાં હોવા જોઈએ. ટૂક સમયમાં સંપૂર્ણ જાહેરાત રેલ્વે દ્વારા બહાર પડશે, ઑનલાઇન અરજી  ફોર્મ ભરવા માટે જૂન 1 થી 30 જૂન સુધી સમય ઉપલબ્ધ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.