Abtak Media Google News

રેલવે તંત્ર પાસે ૧૨૦૬૬ એકટ જમીન પડતર પડી છે

ભારતીય રેલવે પાસે ૧૨૦૬૬ એકટથી વધુ જમીન બીન ઉપયોગી પડી હોય રેલ્વે દ્વારા આવી જમીન જે તે રાજય સરકારને વેચી કે બદલો કરી કરોડો રૂપિયાની કમાણી કરવા નિર્ણય કર્યા છે.

દેશમાં ગુજરાત, પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, ઝારખંડ, પંજાર, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીસા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને આસામ સહીતના રાજયોમાં રેલવેની અંદાજે ૧૨૦૬૬ એકટ જેટલી જમીન ૧૦૦ વર્ષની વધુ સમયથી પડતર પડી છે જેને પગલે રેલવે બોર્ડ દ્વારા ઉકત તમામ રાજયોને પત્ર પાઠવી આ બીન ઉપયોગી જમીનનો ઉપયોગ હાઇવે કે અન્ય હોઇ હેતુ માટે કરવા જણાવાયું છે.

વધુમાં રેલવે દ્વારા વર્ષો અગાઉ સંપાદન થયેલી જમીન બીનઉપયોગી પડી હોય રેલવે તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લઇ આવી જમીન વિનિમયથી અથવા વેચાણથી આપવા નકકી કર્યુ છે જે અન્વયે રાજય સરકારે પ્રવર્તમાન બજાર કિંમત મુલ્યનું મુળી ચુકવવું પડશે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં રેલવે તંત્ર પાસે જે તે પ્રોજેકટ માટે સંપાદન થયેલી જમીનોમાં પ્રોજેકટ પૂર્ણ થયા બાદ પણ આવી કિંમતી જમીન વધારાની પડી હોવાથી મહત્વપૂર્ણ નિર્ણય કરી જે તે રાજય સરકારને આવી જમીન જોઇએ હોય તો વિભાગીય રેલવે મેનેજર મારફતે દરખાસ્ત મોકલવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.