Abtak Media Google News

કોંગ્રેસની આગેવાનીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ૪૦૦ પરિવારોએ કલેકટરને પાઠવ્યું આવેદન: ઝુંપડા ખાલી કરવાની મુદત વધારી મહાપાલિકાના આવાસની વૈકલ્પિક વ્યવસથા ગોઠવી આપવાની માંગ

લક્ષ્મીનગરના નાલા પાસે આવેલી ઝુંપડપટ્ટી ૭૨ કલાકમાં હટાવવાની રેલવે નોટિસ ફટકારતા દેકારો મચી જવા પામ્યો છે. આ મામલે કોંગ્રેસની આગેવાનીમાં ૪૦૦ જેટલા ઝુંપડાધારકોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને માંગણી કરી હતી કે, ૭૨ કલાકમાંથી ૪૦ કલાક તો વીતી ચૂકી છે. જેથી મુદત વધારી આપવામાં આવે અને મહાપાલિકાની આવાસમાં રહેવાની વૈકલ્પીક વ્યવસથા ગોઠવી આપવામાં આવે.

આવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૫૦ વર્ષથી લક્ષ્મીનગર નાલા પોસની ઝુંપડપટ્ટીમાં ૪૦૦ કુટુંબો રહે છે. જે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. અહીંના બાળકો આ વિસ્તારની શાળામાં ભળે છે અને આંગણવાડીમાં પણ જાય છે. વધુમાં જણાવ્યું હતું કે, અમો ભારતનાં નાગરિક છીએ અને ભારતમાં ઘર બનાવવું એ અમારો બંધારણીય અધિકાર છે. હાઈકોર્ટના ચુકાદા અનુસાર કોઈ વ્યક્તિનું ઘર તોડતા પહેલા તે વ્યક્તિની વૈકલ્પીક વ્યવસથા કરવાની જવાબદારી સરકારની છે.ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૫ (૩), ૩૯ (ઈ) અને (એફ) ૪૫ અને ૪૭ની જોગવાઈ મુજબ બાળકની જરૂરીયાતો પુરી કરવાની ખાતરી અને તેમનાં મૂળભૂત માનવીય અધિકારોના રક્ષણની જવાબદારી રાજ્ય સરકાર ઉપર મૂકવામાં આવેલ છે. તેથી અમારા બાળકોનો મૂળભૂત અધિકારી છે. શિક્ષણ, આરોગ્ય અને શિક્ષશ આ અધિકારોનું હનન ન થવું જોઈએ.

અમારી લાગણી અને માંગણી છે કે અમોને રહેવા માટે જગ્યા આપવામાં આવે તથા ઘર બાંધવા માટે જરૂરી સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવે. જો અમારા ઘર (ઝુંપડા)ને તોડી નાંખવામાં આવશે તો અમારા બાળકોનાં મૂળભૂત અધિકારોનું હનન થશે અને તમામ બાળકો શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાથી વંચિત જેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. જેની ગંભીરતાથી નોંધ લેવી જરૂરીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.