રેલવેએ બીજા ત્રણ માસમાં મુસાફર ભાડાની ર૩૨૫ કરોડની આવક કરી

લોકડાઉનના આંચકામાંથી બહાર આવી રહી છે રેલવે

અગાઉના ત્રિમાસિક ગાળામાં મુસાફરોને રિફંડ પણ વધુ ચુકવ્યું

નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં ખોટ કર્યા રેલવેએ બીજા ત્રણ માસમાં રૂ. ૨૩૨૫ કરોડની કમાણી કરી છે. આ ત્રણ માસમાં રેલવજે અગાઉના ત્રણ માસ કરતા વધુ મુસાફરોને રીફંડ ચુકવ્યું છે.

કોરોનાને કારણે દેશમાં વિમાની સેવા સાથે રેલવે સેવા પણ બંધ થઇ હતી એટલે પ્રથમ ત્રણ માસમાં મોટી ખોટ કરી હતી. હવે લોકડાઉન હટીયા બાદ  ધીમે ધીમે ટ્રેન સેવા ખાસ ટ્રેન સાથે પૂર્વવત થઇ રહી છે. તેવા સંજોગોમાં રેલવે બીજા ત્રણ માસના ગાળામાં રેલવેએ રૂ. ૨૩૨૫ કરોડની આવક કરી છે.

૧૬૭ વર્ષના ઇતિહાસમાં રેલવેએ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં જેટલી ટિકીટ બુકીંગ થઇ તેનાથી વધુ નાણા રીફંડ પેટે ચુકવ્યા હતા. એટલે કે પ્રથમ ત્રણ માસમાં રૂ. ૧૦૬૬ કરોડનું નુકશાન થયું હતું. જો કે એ દરમિયાન માલભાડામાં કમાણી વધી હતી પહેલા ત્રણ માસની સરખામણીમાં બીજા ત્રણ માસમાં આ આવક ૫૮૭૬.૬૪ કરોડની થઇ હતી. ૨૦૨૦-૨૧ ના પ્રથમ ત્રણ માસમાં કોરોના વાયરસના કારણે રેલવેની મુસાફર સેવા સંપૂર્ણ બંધ રહીહતી. એવા સમયે રેલવેને યાત્રી વિભાગમાં એપ્રિલમાં ૫૩૧.૩૨ કરોડ મે માસમાં ૧૪૫.૨૪ કરોડ અને જુનમાં રૂ. ૩૯૦.૬ કરોડનું નુકશાન થયું હતું. મુસાફરી સેવા અને તબકકાવાર ૮૦૦ ટ્રેનોનું સંચાલન થવા હવે રેલવેની યાત્રી વિભાગની આવકમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે.

રેલવેએ બીજા ત્રણ માસ એટલે કે જુલાઇમાં ૫૬૦.૯૯ કરોડ ઓગષ્ટમાં ૯૩૪.૧૬ કરોડની આવક મેળવી હતી. આ રીતે બીજા ત્રણ માસમાં યાત્રી સેવા થકી રેલવેને ૨૩૨૫.૭કરોડની આવક થઇ હતી.

બીજા ત્રણ માસમાં રેલવેને મુસાફર ભાડાની કુલ આવક ૧૨૫૮.૭૪ કરોડ થઇ હતી. જયારે માલભાડાની આવક ૪૭૩૪૭.૬૨ કરોડ થઇ હતી.

Loading...