રેલવે ટિકિટ બુકીંગ કરી અને હવાઈ સફરમાં ડિસ્કાઉન્ટ મેળવો…!

30

વાહ… ગાજરના ભાવે ગાંઠીયા!!

રેલવેની એકસપેન્સીવ અને લકઝરિયસ ટ્રેન મહારાજા એકસપ્રેસમાં ટિકિટ બુક કરાવનાર મુસાફરને એર ઈન્ડિયા ૧૭ ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે

જો તમને કયારે એમ કહેવામાં આવેકે ગાજરનાં ભાવે ગાંઠીયા મળી રહ્યા છે તો… આવું જ કંઈક ભારતીય રેલવે અને એર ઈન્ડીયા દ્વારા થઈ રહ્યું છે.ભારતીય રેલવેની ખૂબજ એકસપેન્સીવ અને લકઝુરીયસ ટ્રેન મહારાજા એકસપ્રેસમાં બુકીંગ કરાવનાર પેસેન્જર્સને એર ઈન્ડીયા દ્વારા હવાઈ મુસાફરીમાં ૧૭ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો થઈને ગાજર ગાંઠીય જેવી સ્ક્રીમ…

રેલવેની લકઝરી ટ્રેન મહારાજા એકસપ્રેસમાં ટિકીટ બુકિંગ કરાવનાર યાત્રી હવે દેશના કોઈપણ હિસ્સામાં મુસાફરી માટે એયર ઈન્ડીયા ટિકીટના દર પર ૧૭ ટકા ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે. આ અંગે વધુ જણાવતા એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે (આઈઆરટીસી) રેલવે અને એયર ઈન્ડિયાની યાત્રા અને પર્યટન શાખાને ભારતીય રેલવેની મુખ્ય પ્રિમીયમ ટ્રેનો જેમાં મહારાજા એકસપ્રેસ અને બૌધ્ધ ડિલકસ સ્પેશ્યલ ટ્રેનોનો વિકાસ થાયને લોકોસુધી તેની લકઝરી પહોચે તે માટે આ પ્રકારનો કરાર કરવામાં આવ્યો છે.

રેલવે મુસાફરો ટ્રેનની સાથે સાથે હવાઈ મુસાફરીનો પણ આનંદ માણી શકે છે. મહારાજા એકસપ્રેસ વેબસાઈટ પર આ અંગેની સંપૂર્ણ વિગત આપવામાં આવે છે. આ સુવિધા બૌધ્ધ સર્કિટ ટ્રેનમાં પણ આપવામાં આવી રહી છે. મહારાજા એકસપ્રેસમાં મુસાફરી કરનાર યાત્રીઓને હવે એર ઈન્ડીયા પણ ભારતના કોઈ પણ ભાગમાં જવા માટે ૧૭ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે રેલવે મુસાફરી અને હવાઈ મુસાફરીમાં પ્રથમવાર આ પ્રકારની ઓફર આપવામાં આવી છે. રેલવે મુસાફરીમાં મહારાજા એકસપ્રેસની મુસાફરી ખૂબજ એકસપેન્સીવ અને લકઝરી માનવામાં આવે છે.મુસાફરોમાં વધારો કરવા અને આ મહારાજા એકસપ્રેસ ટ્રેનનો લ્હાવો માણવા માટે આ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. મહારાજા એકસપ્રેસ હાલ દિલ્હી, આગ્રા, જોધપુર, ઉદેપુર, વારાણસી, મૈસુર ગોવા અને મુંબઈ જોવા શહેરોમાં ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

મહત્વનું છે કે મહારાજા એકસપ્રેસ ટ્રેન ભારતની સૌથી આલિશાન ટ્રેનોમાં એક છે. જે ૨૦૧૦માં શ‚ થઈ. આ ટ્રેન દેશભરનાં સૌથી રોમાંચક જગ્યાઓ પરથી આ ટ્રેન પસાર થાય છે. જે ભારતની સંસ્કૃતિ અને વિરાસતને અવગત કરાવે છે. બધી જ સુખ સુવિધાઓથી પરિપૂર્ણ આ ટ્રેન ફાઈવસ્ટાર હોટલની ગરજ સારે છે હવે આ ટ્રેનમાં ટીકીટ બુક કરતા એર ઈન્ડીયા હવાઈ મુસાફરીમાં પણ ૧૭ ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

Loading...