રેલવે મુસાફરો કોવિડ-૧૯નું પાલન નહિ કરે તો જેલ ધકેલાશે

મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવવું અનિવાર્ય

કોરોના મહામારીએ સમગ્ર માનવજીવનની સાથે સાથે વ્યવહારિક અને વ્યવસાયિક પ્રક્રિયાઓ પણ બદલી લીધી છે એક તરફ કોરોના સંક્રમણનો ભય છે. તો બીજી તરફ તહેવારોની સીઝન નજીક છે. તહેવારોને ઘ્યાને લઇ રેલવેએ ઘણી નવી ટ્રેનો દોડાવવાનું શરુ કર્યુ છે. પણ આ વચ્ચે કોવિડ-૧૯નું સક્રમણ વધુ ન વધે તે માટે મુસાફરોને ગાઇડલાઇનનું પાલન કરવા ચુસ્તપણે જણાવાયું છે અને આમ, ન કરનારા મુસાફરો સામે કેસ દાખલ કરી જેલ ધકેલવા સુધીની પ્રક્રિયા હાથ ધરવા રેલવે સુરક્ષા દળોએ ચેતવણી આપી છે.

તહેવારોને ઘ્યાને રાખી રેલવે વિભાને મોટી સંખ્યામાં ટ્રેનો શરુ કરી છે જે કારણસર રેલવે સ્ટેશનો પર યાત્રિઓનો જમાવડો વધુ થાય એમાં કોઇ શંકાને સ્થાન નથી. પણ મુસાફરીની સાથે સાથે કોવિડ-૧૯ના દિશા-નિર્દેશોનું ઘ્યાન રાખવું જરુરી છે. રેલવે સુરક્ષા દળોએ દિશા નિર્દેશોમાં જણાવ્યું છે કે, મુસાફરોએ યાત્રા દરમિયાન માસ્ક પહેરવું  અને સામાજીક અંતર જાળવી રાખવું અનિવાર્ય છે.

અન્યથા, ભારે દંડ અને જેલ અથવા બન્ને સજા ફટકારવામાં આવશે. કોરોનાના લક્ષણ ધરાવતા મુસાફરોના ટેસ્ટ પણ કરાવાશે અને પોઝિટીવ જણાશે તો તેને મુસાફરી કરવાથી રોકીશું.

Loading...