Abtak Media Google News

ભવાનીનગર વિસ્તારની ઘટના : બાળકો રમતા રમતા રેલવે ટ્રેક સુધી પહોંચતા સર્જાઈ કરૂણાંતિકા

હળવદના ભવાનીનગરમાં રેહતા અને મુળ એમપી ના મજુર પરિવારના બે બાળકો રમતી વેળાએ રેલવેના એન્જીન નીચે આવી જતા તેમના મોત નીપજયા છે. માસૂમ બાળકોના મોતથી મજૂર પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ  હળવદ તાલુકના ભવાની નગરમાં રેહતા શેરભાઈ આદીવાસીના  બાળકો રેલવે ટ્રેક નજીક રમી રહ્યા હતા ત્યારે એક રેલ્વનું એન્જીન પસાર થતા ત્યાં રમી રેહલા ત્રણ બાળકોમાંથી રાજ ( ઉ.વ.૧) અને તેની મોટી બેહન રંજન ( ઉ.વ.૨)  એન્જીન નીચે આવી જતા બનેના ઘટના સ્થળે મોત નીપજ્ય હતા ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.
શેરાભાઈ ને સંતાનોમાં ચાર બાળકો છે જેમાંથી બે બાળકોના અકાળે મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ છે. જયારે બનાવને પગલે રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી બંને માશુમ ની લાશને પીએમ માટે સહેર ની હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.