અકસ્માતને ભૂતકાળ બનાવવા રેલવે ક્રોસિંગો ૨૦૨૫ સુધીમાં સુરક્ષિત!!!

વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂપિયા ૨ લાખ કરોડના ખર્ચે રેલવેનું વિદ્યુતીકરણ, ટ્રેનની સ્પીડ વધારવા અને માલ વહન ક્ષમતા વધારવા સહિતના પગલાં લેવાશે

રેલવે વિભાગ સુરક્ષાને લઈને વધુ ગંભીર બન્યું છે. દેશમાં અનેક એવા સ્થળો છે જ્યાં માનવ રહિત ફાટકો આવેલી છે. માનવરહિત ફાટકોના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોવાના કિસ્સા નોંધાય છે. આવી સ્થિતિમાં રેલવે વિભાગે વર્ષ ૨૦૨૫ ના માર્ચ મહિના સુધીમાં ૨૪૨૯ સમાનવ  ફાટકમાં લેવલ ક્રોસિંગ દૂર કરવાની તૈયારી હાથ કરી છે.

સમાનવ ફાટક ના સ્થાને રેલવે વિભાગ અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવશે જેમાં અંડરબ્રિજ ઓવરબ્રિજ નો સમાવેશ થાય છે રેલવે વિભાગ ૧૮૮૬ રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ બનશે જ્યારે ૨૨૩ અન્ડર બીજ નું નિર્માણ કરશે આ તમામ કામગીરી પાછળ અંદાજિત રૂ ૪૧૨૦૦ કરોડનો ખર્ચ થશે આ ઉપરાંત વર્ષ ૨૦૨૦ના વિઝન માટે એકંદરે રેલવે વિભાગ ૨.૨ લાખ કરોડ નો ખર્ચ કરશે.

દેશમાં ટ્રેનની મુસાફરી વધુને વધુ સુરક્ષિત થાય અને અકસ્માત ભૂતકાળ બની જાય તે માટે રેલવે વિભાગની કામગીરી તેજ ચાલી રહી છે વિદ્યુત કરણ અને ટ્રેનની ઝડપ વધારવા બાબતે પણ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી થી મુંબઈ વડોદરા થી અમદાવાદ નવી દિલ્હીથી હાવરા સહિતના રૂટ ઉપર ટ્રેન ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડે તે માટે પણ તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત નોર્થ-ઈસ્ટ ક્ષેત્રમાં રેલવેનો વ્યાપ ૨૯૪ કિમી વધારવા માટે  રૂ.૨૭,૫૦૦નો ખર્ચ કરવામાં આવશે.

Loading...