Abtak Media Google News

સ્વચ્છતા પખવાડિયા દરમિયાન

આજથી રાજકોટ સ્ટેશન પર બે લગેજ સ્કેનર મશીન કાર્યરત: ૨૧૦ યાત્રિકોના સામાનની તપાસ કરાઈ

‘સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ’ અભિયાન અંતર્ગત રાજકોટ રેલ મંડળ દ્વારા તાજેતરમાં મનાવવામાં આવેલા સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત મહાત્મા ગાંધીની ૧૫૧મી જયંતિના દિવસે ૨-ઓકટોબરે આ અભિયા સમાપ્ત થશે. આ અભિયાન દરમિયાન રેલ મંડળ દ્વારા ૨૪૦ કિલો પ્લાસ્ટીક કચરો મળીને કુલ ૧૯૩૪૫ કિલો કચરાની સફાઈ કરવામાં આવી હતી.

આ અંગે વધુ જાણકારી આપતા મંડળના પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલે જણાવ્યું હતું કે, પખવાડિયા અંતર્ગત વિવિધ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પૈકી દરેક દિવસ માટે અલગ થીમ આપવામાં આવી હતી. થીમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સીંગ તથા પ્રોટોકોલનું ધ્યાન રાખીને રેલકર્મીઓ દ્વારા સ્વચ્છતા જાગરુકતા, સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ ટ્રેન, સ્વચ્છ ટ્રેક, સ્વચ્છ પરિસર, સ્વચ્છ ડીપો, સ્વચ્છ રેલવે કોલોની, હોસ્પિટલ, સ્વચ્છ શૌચાલય, સ્વચ્છ જળ, સ્વચ્છ કેન્ટીન, સ્વચ્છ નીર, સ્વચ્છ પ્રસાધનનો પ્લાસ્ટીક ડે, તથા સ્વચ્છતા પ્રતિયોગિતા જેવી વિવિધ થીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પખવાડીયા દરમિયાન સ્ટેશનોમાં સેનેટાઈઝેશન તથા સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન દેવામાં આવ્યું હતું. રાજકોટ રેલવે હોસ્પિટલમાં લોકડાઉન દરમિયાન આશરે ૨૦૦૦ લીટર સેનેટાઈઝરનું ઈનહાઉસ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. લેકર્મીએ તથા તેના પરિજનોને ૧૨૦૪૨ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. પખવાડિયાના સમયગાળા દરમિયાન સ્ટેશન પર થૂંકવા, પિચકારી મારવા જેવી ગંદકી ફેલાવવા બદલ ૪ યાત્રિકોને રૂ.૮૦૦નો દંડ રેલવે દ્વારા વસુલવામાં આવ્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે દરેકને જાગૃત કરવામાં આવ્યા હતા. “સ્વચ્છતા તથા પ્લાસ્ટીક પ્રદૂષણની રોકથામ વિષય અંતર્ગત રેલ કર્મીઓના બાળકો માટે ઓનલાઈન ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંડળના ૫૧ સ્ટેશનો પર વ્યાપક પ્રમાણમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું અને આશરે ૧૯૩૪૫ કિલો કચરાનો નિકાલ કરીને સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

જેમાં ૨૪૦ કિલો પ્લાસ્ટીક કચરો તથા ૧૯,૧૦૫ કિલો મિકસ ગાર્બેજ (કચરાનો) સમાવેશ થાય છે. આ સાથે જ આજથી રાજકોટ સ્ટેશન પર બે લગેજ સ્કેનર મશીન પણ કાર્યરત થઈ ગઈ છે. ટ્રેન નં.૦૮૪૦૨ ઓખા-પુરી સ્ટેશિયલમાં રાજકોટથી પ્રસ્થાન કરનાર ૨૧૦ યાત્રિકોના સામાનની તપાસ સ્કેનર દ્વારા કરવામાં આવી હતી. જેથી બિનઅધિકૃત વસ્તુઓ લઈ જવા પર રોક લગાવી શકાય.

ફૂંકવાલે સ્વચ્છતા પખવાડિયા સંદેશને પ્રત્યેન લોકો સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના યોગદાનની સરાહના કરી હતી તથા તેનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફ, મંડળ સુરક્ષા આયુક્ત દિનેશસિંહ તોમર અને સહાયક વાણિજય પ્રબંધક (કોચીંગ) અસલમ શેખ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.