Abtak Media Google News

મઢાદમાંથી ખોદકામ કરતા ૪ હિટાચી સહિતનાં સાધનો જપ્ત કરાયા

ઝાલાવાડ પંથકમાં કોલસો ખનીજ સ્વરૂપે મળતો હોવાથી રાજકીય ઓથ હેઠળ અને તંત્રની મીઠી નજર વચ્ચે ખનન પ્રવૃતિ થતી હોવાની બુમરાણો ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના કાળા કારોબારમાં અત્યારસુધીમાં અનેક જીંદગીનો ભોગ લેવાયો છે. બીજી તરફ રેતી ચોરી અને ખનીજ ખનન લીધે સરકારી તિજોરીને આવકરૂપી અલીગઢી તાળુ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસે અને ખાણ ખનીજ વિભાગે સોમવારના રોજ વઢવાણ પંથકમાં દરોડા પાડયા હતા. જેમાં મઢાદ ગામમાંથી ખોદકામ કરતા ચાર હીટાચી મશીન સહિતના સાધનો પકડાવવામાં આવ્યા હતા.Img 20190326 081728

આ ઉપરાંત ખનીજનો જથ્થો સહિત લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ ચોરવીરા, ખાખરાળાથળમાંથી લોડર, ચરખી, ટ્રેકટર, કમ્પેરેશન સહિતના સાધનો પકડવામાં આવ્યા છે. જયારે ૧ હજાર ટન કાર્બોસેલ સહિત રૂ.૬૮.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ડીવાયએસપી સ્કોર્ડ અને જોરાવરનગર પોલીસ તેમજ ખાણ ખનીજની ટીમે સોમવારે દરોડો પાડતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી હતી. જેમાં હીટાચી મશીન એકસપોઝીવ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે ડીવાયએસપી એ.બી.વાળંદ અને બળવંતસિંહ ચૌહાણે જણાવ્યું કે, અમારી ટીમોએ વઢવાણ તાલુકાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખાણ ખનીજને સાથે રાખીને સાધનો અને મુદામાલ જપ્ત થતા તેની ગણતરી હાલ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.