Abtak Media Google News

દેશમાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે લાઈટહાઉસ પ્રોજેક્ટ્સ માટે કાલે નવી દિલ્હી ખાતે બેઠક : કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત છ શહેરો માટેના પ્રોજેક્ટ્સના ટેન્ડરનું ટેકનિકલ મૂલ્યાંકન થશે

વર્ષ : ૨૦૨૨ સુધીમાં ઘર વિહોણા તમામ નાગરિકોને પોતાનું ઘર મળી રહે એટલું જ  નહી પરંતુ આ ઘર શ્રેષ્ઠ અને સર્વોત્તમ ગુણવત્તાયુક્ત બની રહે તેવા ઉમદા લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા જુન-૨૦૧૯ સુધીમાં એવા દીવાદાંડીરૂપ માર્ગદર્શક પ્રોજેક્ટસ ઓળખી કાઢવા જે એક જબરદસ્ત અભિયાન હાથ ધર્યું હતું તેમાં પસંદગી પામેલા રાજકોટ સહિતના છ શહેરો માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારશ્રીએ જે ગ્લોબલ ટેન્ડર પ્રસીધ કર્યા હતાં તેનું આવતીકાલે નવી દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ટેકનિકલ મૂલ્યાંકન નાર છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, ગ્લોબલ હાઉસિંગ ક્ષેત્રે એવી નવી નેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય કે જેના સહારે હાઉસિંગ પ્રોજેક્ટ્સને અપ્રતિમ ગતિ પ્રદાન થાય ઉપરાંત આ પ્રોજેક્ટ્સ અન્ય શહેરો માટે એક મોડેલ સમાન બની રહે અને પછી તેનું દેશભરમાં અનુકરણ ઇ શકે. રાજકોટ મહાનગરપાલિકાએ હાઉસિંગ ક્ષેત્રે જે નવી પહેલ કરી છે તેને નજર સમક્ષ રાખતા કેન્દ્ર સરકારશ્રીએ (લાઈટહાઉસ પ્રોજેક્ટ્સ) દીવાદાંડીરૂપ એટલે કે માર્ગદર્શક પ્રોજેક્ટસ ઓળખી કાઢવા રાજકોટ સહિત કુલ છ શહેરોની ઓળખ કરી હતી. રાજકોટ માટે વધુ એક ગૌરવપૂર્ણ એવા એક ઘટનાક્રમમાં, રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરના સમયમાં એફોર્ડેબલ અને ગ્રીન બિલ્ડિંગ ક્નસેપ્ટ સો સફળતાપૂર્વક પૂર્ણ કરી જે પ્રગતિ સાધી છે તેવા હાઉસિંગ પ્રોજેક્ટ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારશ્રીના લાઈટહાઉસ પ્રોજેક્ટ્સ માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સની તૈયારી પણ પૂર્ણ કરી લીધી છે.

રૈયા સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામનાર આ લેટેસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટ્સ વિશે વિસ્તૃત માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું કે, વાર્ષિક રૂ. ૩ લાખની આવક ધરાવતા ર્આકિરીતે નબળા વર્ગના (ઈ.ડબલ્યુ.એસ. કેટેગરી) નાગરિકો માટે ૧૩-૧૩ માળના કુલ ૧૧ ટાવરમાં ૧,૧૪૪ ફ્લેટ બનશે, જેમાં દરેક આવાસ માટે ૪૦ ચોરસ મીટર કાર્પેટ એરિયા રહેશે. નાગરિકોને આ ફ્લેટ રૂ.૫.૫૦ લાખની કિંમતમાં પ્રાપ્ત થઇ શકશે. આ એક આવાસ બનાવવા માટે કુલ રૂ.૧૦.૫૦ લાખ જેવો ખર્ચ થવાનો અંદાજ છે. રાજકોટ મહાનગરપાલિકાએ તૈયાર કરેલા આ શાનદાર હાઉસિંગ પ્રોજેક્ટમાં બ્યુટીફુલ ગાર્ડન, ટુ ટાયર પાર્કિંગ, ડ્રેનેજ, પીવાનું પાણી, જેવી સુવિધાઓ ઉપરાંત મોલ ટાઈપ કોમર્શિયલ કોમ્પ્લેક્સ (શોપિંગ સેન્ટર), ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે. આ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે રૈયા સ્માર્ટ સિટી એરીયામાં સ્તિ લેઈક  ૨ અને લેઈક-૩ની  વચ્ચેની જગ્યામાં ૪૦,૦૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી સુંદર સાઈટ પસંદ કરવામાં આવેલ છે. આ હાઉસિંગ પ્રોજેક્ટ એવીરીતે ડીઝાઈન કરવામાં આવેલ છે કે પ્રત્યેક ઘરના કિચનમાંથી ગાર્ડન વ્યુ જોઈ શકાશે.

આ છ શહેરોમાં,

  1. રાજકોટ (ગુજરાત)
  2. રાંચી (ઝારખંડ)
  3. ઇન્દોર (મધ્યપ્રદેશ)
  4. ચેન્નઈ (તમિલનાડુ)
  5. અગ્રતાલા (ત્રિપુરા) અને
  6. લખનઊ (ઉત્તર પ્રદેશ)ની પસંદગી યાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સિટી એન્જીનીયર શ્રી અલ્પના મિત્રાએ સમગ્ર હાઉસિંગ પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરાવ્યું છે.

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે,છેલ્લા અઢી વર્ષી કેન્દ્ર સરકારશ્રી ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ક્ષેત્રે પદાર્પણ કરેલી અવનવી ટેકનોલોજી ચકાસવા કવાયત ચાલી રહી હતી. જેમાં યુ.એસ., ફિનલેન્ડ, ઑસ્ટ્રેલિયા, સ્પેન, ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને ઇટાલી સહિત ૨૫ દેશોમાંથી ૩૨ નવી ટેકનોલોજી સાથે ૫૪ જેટલા નીવડેલા ટેક્નોલોજી પ્રોવાઇડર્સનું મૂલ્યાંકન ટેકનિકલ મૂલ્યાંકન સમિતિ (ટીઇસી) દ્વારા કરવામાં આવ્યું હતું. જેના આધાર પર કેન્દ્ર સરકારશ્રી દ્વારા જે ટેકનોલોજી પસંદ પસંદ કરવામાં આવેલ છે તેમાં

  1. પ્રિકાસ્ટ કોન્ક્રીટ ક્નસ્ટ્રકશન સિસ્ટમ થ્રીડી પ્રિકાસ્ટ વોલ્યુમેટ્રિક,
  2. પ્રિકાસ્ટ કોન્ક્રીટ ક્નસ્ટ્રકશન સિસ્ટમ પ્રિકાસ્ટ કમ્પોનન્ટસ એસેમ્બલ્ડ એટ સાઈટ,
  3. લાઈટ ગેઈજ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ એન્ડ પ્રીએન્જીનીયર્ડ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ,
  4. પ્રિફેબ્રીકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ,
  5. મોનોલીથીક કોન્ક્રીટ ક્નસ્ટ્રકશન અને
  6. સ્ટે ઇન પ્લેસ ફોર્મવર્ક સિસ્ટમનો સમાવેશ થાય છે. દેશવિદેશની કુલ ૫૪ કંપની / એજન્સીઓએ આ ટેકનોલોજી પ્રદર્શિત કરી હતી અને આઈ.આઈ.ટી. રૂર્કી ખાતે આ એજન્સીઓ/કંપનીઓએ એક એક સેમ્પલ હાઉસ પણ તૈયાર કર્યા હતાં અને કેન્દ્ર સરકારશ્રી દ્વારા તેનું મૂલ્યાંકન કરાયું હતું. લાઈટહાઉસ પ્રોજેક્ટ્સ માટે પસંદ થયેલી આ છ ટેકનોલોજીના આ ૫૪ પ્રોવાઈડર્સ જ ટેન્ડર પ્રક્રીયામાં સામેલ કરાયા છે. હવે આવતીકાલે નવી દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ટેન્ડરનું ટેકનિકલ મૂલ્યાંકન થશે અને ઉપરોક્ત છ શહેરોના હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટેની ગ્લોબલ એજન્સીની પ્રામિક પસંદગી પણ થઇ શકે છે.

જીએચટીસી-ભારતનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનું પરિણામ છે. તેમણે “નવા ભારત”(ન્યુ ઇન્ડિયા) ની રચનામાં તમામ સરકારી પ્રવૃત્તિઓમાં એક ચાવીરૂપ ચાલક પરિબળ તરીકે પરિવર્તન માટે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.  માન. પ્રધાનમંત્રીશ્રીએ જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં તમામ આપત્તિ-પ્રતિરોધક સુવિધાઓને સમાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. ઈછઊઉઅઈંઅને ગઅછઊઉઈઘવગેરે દ્વારા ખાનગી ક્ષેત્રની સંગઠનોને તેમના પ્રોજેક્ટ્સમાં ડિઝાસ્ટર રેઝીલીયંટ (આપત્તિ સામે ઝીંક ઝીલી શકે તેવા અને પ્રતિરોધક) સુવિધાઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સુવિધાનું મૂલ્યાંકન કરવા માટે તૃતીય પક્ષ એજન્સીઓ સિસ્ટમ્સ અને મિકેનિઝમ્સ વિકસાવવા માટે પહેલ કરવામાં આવશે, જે આ આપત્તિ-પ્રતિરોધક સુવિધાઓ ઓળખવા અને પ્રમાણિત કરવામાં વધુ વિશ્વસનીયતા આપશે.

વડાપ્રધાને વર્ષ, એપ્રિલ -૨૦૧૯ થી માર્ચ-૨૦૨૦ “બાંધકામ ટેકનોલોજી વર્ષ” તરીકે જાહેર કર્યું હતું. આ જીએચટીસી-ઇન્ડિયા અને પોલ-વોલ્ટ હેઠળના બાંધકામ ક્ષેત્રને વધુ ઊંચાઈએ શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવા અમલીકરણ માટે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહયું છે. યોજનાની કેટલીક પ્રવૃત્તિઓ નેશનલ નોલેજ નેટવર્ક (એનકેએન) નો લાભ પણ લેશે જેથી યુવા પેઢી સૌથી આધુનિક એવી નવી ટેકનોલોજીનાં આવિષ્કારી પરિચિત હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.