Abtak Media Google News

સોનિયા ગાંધીની ડિનર ડિપ્લોમસી બાદ કોંગ્રેસના પ્લાનેરી સેશનમાં મોદી સરકારને ઘેરવા તૈયારી

કોંગ્રેસે સોનિયા ગાંધીના દરબારમાં ડિનર પાર્ટી યોજીને વિપક્ષી નેતાઓનો જમાવડો કર્યો હતો. આ ડિનર પાર્ટીમાં દેશના જુદા જુદા ૨૦ પક્ષોના નેતાઓ હાજર રહ્યાં હતા. વિપક્ષી પાર્ટીઓની એકતા અને મિત્રતા દર્શાવવા આ ડિનર ડિપ્લોમસી ઈ હતી. ત્યારે બીજી તરફ વિપક્ષો એકઠા ઈ મોદી સરકારને અવિશ્ર્વાસની દરખાસ્તોમાં ભીડવશે તે પ્રકારની રણનીતિ રાહુલ ગાંધીએ ઘડી કાઢી હોવાનું ફલીત થાય છે. જેના ભાગરૂપે ગઈકાલે પીડીપીએ એનડીએ સરકાર સો ગઠબંધન તોડયું છે.

હાલ કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા તજવીજ ચાલી રહી છે. કોઈપણ પક્ષ જયારે સરકાર સામે અવિશ્ર્વાસનો દરખાસ્ત પ્રસ્તાવ લાવવા માગે તો સૌી પહેલા તેને સભાપતિને લેખીતમાં અરજી કરવી પડે છે. ત્યારબાદ પક્ષને તેના સાંસદના માધ્યમી પ્રસ્તાવ રજૂ કરવા જણાવાય છે. ગૃહમાં આ મુદ્દો ચર્ચાય છે અને વોટીંગ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકારને પાડવા માટે આવા પ્રસ્તાવ લવાઈ છે. જો કે, સંસદમાં ભાજપ પાસે ૨૭૩ સાંસદ છે અને બહુમતિ માટે ૨૭૨ સાંસદની જરૂર હોય ચે. માટે જો કોઈપણ સરકારને અવિશ્ર્વાસની દરખાસ્તી ભીડવવાનો પ્રયાસ કરે તો પણ મોદી સરકારને હચમચાવી શકે તેમ ની.

ભવ્ય ભૂતકાળ ધરાવનાર કોંગ્રેસ હવે ચાર રાજયોમાં સમેટાઈ ગઈ છે. ત્યારે સંસદમાં મોદી સરકાર સામે એકલા હો ભીડવાની ક્ષમતા પોતાનામાં ની તેવું પણ કોંગ્રેસ સમજી ગઈ છે. માટે અન્ય વિરોધ પક્ષોનો સહારો લેવાના પ્રયાસ ઈ રહ્યાં છે. સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં ભેગા યેલા વિપક્ષો જો એક જૂથ થાય તો પણ તેમનો નેતા કોણ બને તે મામલે સહમતી સધાય તેમ ની. કોંગ્રેસને નાના પક્ષો તરફ નીચે જોવું ની અને રાહુલ ગાંધીને આગેવાન બનાવવા છે. બીજી તરફ ઘણા પક્ષો રાહુલને નેતા તરીકે ઈચ્છતા ની.

બે દિવસના પ્લાનેરી શેસનમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર સખત પ્રહારો કરવાની હાકલ કરી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધી હાલ મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના નિર્દેશાનુસાર સરકારને ભીડવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે પ્લાનેરી સેશનમાં કોંગ્રેસનું વિઝન રજૂ કરવાની તૈયારી પણ કરી છે. લોકસભા ૨૦૧૯ને ધ્યાને રાખી કોંગ્રેસે તડામાર તૈયારી શરૂ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.