Abtak Media Google News

પુલવામાં આત્મઘાતી હુમલાની ઘટના બાદ આવેલા રાજકીય બદલાવને પગલે ગાંધી પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બે રોજગારી ચુંટણીમાં આપેલા વાયદાઓનો અમલનો અભાવ અને રાફેલ સોદા જેવા મુદ્દાઓ પર વડાપ્રધાનને ધેરવાનો વ્યહુ અપનાવી પ્રિયંકા ગાંધીએ ગઇકાલે વડાપ્રધાનના વતન ગુજરાતમાંથી જ એલાને જંગ કર્યુ હતું.

અમદાવાદમાં ૫૮ વરસ બાદ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારીની બેઠકમાં પ્રિયંકા ગાંધીએ મોદીના ગઢમાં આવીને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મોદીના શાસનમાં કેટલા યુવાનોને રોજી મળી, મોદીના રાજમાં મહિલાઓને સલામતિનો કેવો ક અનુભવ થાય છે. અને ખેડુતોના વિકાસ માટે શું કર્યુ તેવા પ્રશ્નો સાથે ગાંધી પરિવારના તમામ સભ્યો રાહુલ ગાંધી, સોનીયા ગાંધી અને પ્રિયકા ગાંધી વાડરા એક મંચ પર આવી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સાથે પ્રથમ વાર ઉ૫સ્થિત રહી ચુંટણી સભા સંબોધી હતી.પ્રિયંકા ગાંધીએ મંગળવારે નરેન્દ્ર મોદીના વતનમાં આવીને ચુંટણી રણશીગું ફુંકીને પુલવામાના આત્મઘાતી હુમલા બાદ બદલાયેલ રાજકીય પવન વચ્ચે દેશના સળગતા પ્રશ્નો જેવા કે, બેરોજગારી, મહીલાઓની અસુરક્ષા, ભ્રષ્ટાચાર અને ગરીબોને દાલ રોટીના સગળતા પ્રશ્નોને લઇને શાસકો પર ભારે પ્રહારો કરી બાલાકોર્ટ સર્જીકલ સ્ટ્રાઇકને રાજકીય મુદ્દો બનાવવા અંગે પણ પ્રહારો કર્યા હતાં.

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના મહાસચિવ તરીકેના પદભાર સંભાળીયા બાદ ઉતરપ્રદેશ ની કમાન સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી એ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન સામે રીતસરનું જંગ છેડી દીધું હોય તેમ લોકો વચ્ચે ૨૦૧૯ ની ચુંટણીમાં બેરોજગારી આરાજકતા જેવા મુદ્દાઓ ઉઠાવ્યો છે.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સામે ગરીબોની રોજીરોટી અને ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારીની ઉત્પતિનો આક્ષેપ કર્યો છે. દેશમાં કાળા નાણાની સમસ્યાનું નિવારણ અને દરેક નાગરીકોના ખાતામાં જમા કરવાની વાતની ખીલ્લી ઉડાડી હતી. કયાં ગઇ બે કરોડ રોજગારીની વાત તમાહરા ખાતામાં ૧૫ લાખ જમા થયા. પ્રિયંકાએ સફેદ અને ગ્રે રંગની ખાદીની સાડી પહેરી હતી. પ્રિયકા સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ગુજરાતના રાજકારણમાં ઉભરી આવ્યા હતા. તે જામનગરની બેઠક પરથી ચુંટણી લડનાર હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાંથી પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જંગનું એલાન કરી દીધું છે. આવનાર દિવસોમાં મતગણતરી સુધીના સમય ગાળામાં ગુજરાત સહીત દેશભરમાં રાહુલ -પ્રિયંતા અને મોદી વિરુઘ્ધનો જંગ ચરમસીમાએ પહોચવાના સંકેતો ગઇકાલે મળી ગયાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.