Abtak Media Google News

આઈપીએલમાં પંજાબની આ સીઝન તેની સૌથી શ્રેષ્ઠ સીઝન રહી છે. પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી પંજાબ હવે પ્લે ઓફ તરફ આગળ ધપી રહી છે. ત્યારે વેસ્ટઇન્ડીઝના વિવ રિચાર્ડ્સે ટીમનાં વખાણ કર્યા હતા.
એક અગ્રગણ્ય અખબારમાં તેણે જણાવ્યુ કે, પંજાબની ટીમમાં બધુ સારુ થઈ રહ્યુ છે. તેની સફળતા ખરેખર નોંધનીય છે. તેની પાછળનું પ્રમુખ કારણ ક્રિસ ગેલ તો છે જ. મારા મતે ક્રિસ ગેલને ખરીદવાનો વીરેન્દ્ર સહેવાગનો સેહવાગનો નિર્ણય ખુબ જ લાભદાયી રહ્યો છે. ઓક્શનનાં ૧૧ કલાક વીતી જવા થતા ગેલને કોઈ જ ખરીદદાર મળ્યુ ન હતુ. ત્યારે સૌ કોઈ માનતા હતા કે ગેલમાં હવે પહેલા જેવી વાત રહી નથી. પણ અંતે તેને સેહવાગે બેલ વગાડી ખરીદ્યો હતો. ગેલને પણ આઘટનાથી જાણે લાગી આવ્યુ હોય તેમ તેણે પોતાની અંદરની આગ ઝગાડી હતી. બીજા ઓપનર કે.એલ. રાહુલનાં પણ વખાણ થાય એટલા ઓછા છે. તેણે ગેલ સાથે મળી જે સારી શરુઆત અપાવી છે. રાહુલે ૭મેચમાં ૨૬૮ રન ૩૮.૩૨ની એવરેજથી ૧૭૦નાં સ્ટ્રાઈક રેટ સાથે ફટકાર્યા છે.
તો મીડલ ઓર્ડરમાં કરુન નાયરે પણ કમાલ કરી છે. તેણે ૭ મેચોમાં ૩૧ની એવરેજથી ૧૮૦ રન ફટકાર્યા છે. આ બન્ને જણાએ ગેલ પાસેથી પ્રેરણા લીધી છે. આ ઉપરાંત નવોદિત અંકિત રાજપુત પણ સારી બોલિંગ કરી રહ્યો છે.
અશ્વિન એંડ કંપની મેદાન પર પોતાનું ૧૦૦% આપે છે. આમ પણ ૬ દિવસનાં લાંબા વકેશન પછી એજોવુ રહ્યુ કે આવતી કાલે મુંબઈ સામે પંજાબ શું પ્રદર્શન કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.