Abtak Media Google News

સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન રાહુલ ગાંધી રાજકોટ પધારશે: ૨૭મીએ ચોટીલા, વિરપૂર અને ખોડલધામ દર્શનાર્થે જશે

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તા.૨૬એ રાજકોટમાં આવશે સાંજે ૪ કલાકે તેમનું ગ્રીનલેન્ડ ચોકડીએ સ્વાગત કરવામાં આવશે. તેઓ વેપારીઓ સાથે સીધો સંવાદ પણ કરશે આ અંગે વધુ વિગત આપવા શહેર કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતુ.રાહુલ ગાંધી તેમની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન ૨૬મીએ રાજકોટ પધારવાના છે. ત્યારે કોંગ્રેસ આગેવાનો તેમનું સ્વાગત કરવા થનગની રહ્યા છે. સાંજે ૪ વાગ્યે તેમનું ગ્રીનલેન્ડ ચોકડીએ સ્વાગત કરાશે ત્યારબાદ વિધાનસભા ૬૮,૭૦,૭૧ અને ૭૯ના કાર્યકર્તાઓ તેમના વિસ્તારમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી સાંજે ૫.૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ પ્રોફેશનલ્સ સાથે સીધો સંવાદ કરશે.આ સંવાદમાં લોકો તેમની સમક્ષ પોતાના પ્રશ્ર્નો મૂકશે સંવાદમાં ભાગ લેવા માટે ફોન નં. ૦૨૮૧-૨૪૩૩૨૪૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે વધુમાં તેઓ ૨૭મીએ રાજકોટથી ચોટીલા જશે ત્યાં ચામુંડામાનાં દર્શન કરશે ત્યાંથી જસદણ, રામોદ, ગોંડલ થઈને વીરપુર જશે ત્યાં જલારામ બાપાના દર્શન કરીને ખોડલધામ દર્શનાર્થે જશે.શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજગુ‚એ જણાવ્યું કે લોકોના પૈસે અન્ય પક્ષની જામકજોળ માફક નહિ પરંતુ સમાજની પર્વતમાન સ્થિતિની વાચા આપવા તેમની મુલાકાતનો સદઉપયોગ થાય તે રીતે સંવાદ રાખવામાં આવ્યો છે.ભાજપની રાષ્ટ્રીય હરોળના મુખ્ય પાત્રોનો જીવ ગુજરાતમાં અને તેમના રાજય સરકારની મુખ્ય હરોળનો જીવ રાજકોટમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તેમના ખોટા નિર્ણયનો રાજકોટમાંથી સબળ વિરોધ તેમને ઢંઢોળી શકે તેમ હોય માટે તે પ્રકારે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.દેશની આર્થિક સ્થિતિ અણઆવડત વાળી ભારત અને રાજયની ભાજપ સરકારનો જીએસટીનું નબળું અમલીકરણ અને બિન જ‚રી નોટ બંધીનો નિર્ણય ઉદ્યોગને તેના દ્વારા માધ્યમ અને ગરીબ વર્ગને મહામુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે રાહુલજીનો સંવાદ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ટ્રેડર્સ અને પ્રોફેશનલ સાથે રાખવામાં આવ્યો છે.ભાજપની માફક શહેરમાં વેપાર ઉદ્યોગનાં લોકો પાસે ઉઘરાણા વગર સ્કુલના બાળકોને સંચાલકો લાઈનમાં ઉભા રાખ્યા વગર સમાજને દબાવી સ્વાગત કરાવી પરાણે દેખાડો કરવાને બદલે પ્રશ્ર્નોને વાચા આપતો સંવાદ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.