કોંગ્રેસનો કાંટાળો તાજ રાહુલની જગ્યાએ કોણ પહેરશે?: રાહુલ ગાંધી બનશે વિપક્ષના નેતા?

251
rahul-gandhi-will-be-the-leader-ofrahul-gandhi-will-be-the-leader-of-the-oppositionthe-opposition
rahul-gandhi-will-be-the-leader-of-the-opposition

રાજીનામા પર રાહુલ અડગ રહેતા પક્ષના મોવડી મંડળ દ્વારા બિન ગાંધી પરિવારના નવા પ્રમુખ શોધવા કવાયત તેજ

આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સમયગાળા માટે સત્તામાં રહેનારા કોંગ્રેસ પક્ષની અત્યારે માઠી દશા ચાલી રહી છે. લોકોના જનાધારમાંથી સતત પીછેહઠનો સામનો કરનારા કોંગ્રેસમાં નેતૃત્વની પણ મોટી ખોટ ઉભી થઇ પામી છે. તાજેતરમાં લોકસભાની ચુંટણીમાં ધબકકા પછી રાજીનામા માટે મકકમ રહેલા અઘ્યક્ષ રાહુલ ગાંધીથી પક્ષના મોવડીઓએ બીન ગાંધી વ્યકિતને પ્રમુખપદ સોંપવા ની મનકમને કવાયત હાથ ધરી છે. પક્ષના વરિષ્ઠ મોવડીઓએ પક્ષમાં લોકતાંત્રિક  ઢબે પ્રમુખપદ ના દાવેદાર અને લાયકાત ધરાવતા નેતાઓમાંથી કોઇપણ એકને પક્ષના કાર્યવાહક પ્રમુખ તરીકે પસંદ કરી પક્ષના કાર્યવાહક પ્રમુખ તરીકે પસંદ કરી પક્ષના નિર્ણયની પ્રક્રિયા તંદુરસ્ત રાખવાની કવાયત હાથ ધરી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે એસ્ટોની એ પક્ષ પ્રમુખ રાહુલ સાથે મુલાકાત કરીને નેતૃત્વ અંગે ચર્ચા કરી હતી. લોકસભા માં ૫૨ બેઠકોનો આંકડો હરગીજ સંતોષકારક ન હોવાનું જણાવી પક્ષને જયારે સબળ અને નેતૃત્વની જરુર છે. ત્યારે રાહુલ ગાંધીને પોતાનછ નિર્ણય પુન: વિચાર કરવાની વિનંતી કરી હતી. જો કે રાહુલ ગાંધી પોતાનો નિર્ણય ન ફેરવે તો કોંગ્રેસ પાસે નવા નેતૃત્વ સિવાય કોઇ વિકલ્પ નથી. પક્ષે કોંગ્રેસના નવા પ્રમુખને લોકશાહી ઢબે ચુંટવાની કવાયત હાથ ધરી છે.

રાહુલ ગાંધી પર પક્ષ પ્રમુખ ઉપરાંત સંસદગૃહના નીચલા સદન લોકસભાના નેતાની નિમણુંક ના પ્રશ્ર્ન પણ સામે આવ્યો છે. ૧૭મી જુનથી લોકસભાનું સત્ર શરુ થવાનું છે ત્યારે ગત ટર્મના પક્ષના નેતા મલ્લિકા અર્જુન ખડગે જે ચુંટણીમાં હારી ચુકયા છે. તેમની જગ્યાએ કોની નિમણુંક કરવી તે પ્રશ્ર્ન પ્રમુખ માટે પડકારરુપ બન્યો છે.

મળતી વિગતો મુજબ લોકસભામાં વિપક્ષી નેતા તરીકે સંભાળે તેવી સંભાવાના વ્યકત થઇ રહી છે.લોકસભામાં નવી સરકારની રચના બાદ ૧૭મીથી સંસદનું પ્રથમ સત્ર શરુ થવાનું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ છેલ્લા પંદર દિવસથી રાહુલ ગાંધીને મળવાના પ્રયત્ન કરે છે પરંતુ કોઇને તારીખો મળી ન હતી.

રપમી મે એ રાહુલ ગાંધીએ બેઠક બોલાવીને પક્ષ માટે ગાંધી પરિવારની વ્યકિત સિવાયના નેતૃત્વની તલાસ કરવા જાહેરાત કરી હતી. કોંગ્રેસ માટે હવે રાહુલ ગાંધીના વિકલ્પની શોધનું કામ સૌથી પહેલું ઉકેલવાનું ફરજીયાત બન્યું છે. રાહુલ ગાંધીએ પ્રમુખપદ માટે કોઇ અન્યને તક આપવાનું વલણ અપનાવ્યું છે. લોકસભામાં વિરોધપક્ષના નેતા માટે પણ કોંગ્રેસને જવાબદારી ઉઠાવવાની છે. ચુંટણીમાં ભારે રકાશ બાદ રાહુલ ગાંધીએ પરાજયની જવાબદારી સ્વીકારીને પ્રમુખપદ અન્યને સોંપવાની જાહેરાત કરી છે.

Loading...