રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે

rahul-gandhi-
rahul-gandhi-

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ફરી એક વખત બે દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જનસભાને સંબોધન કરશે. તો પોતાના રૂટ દરમિયાન કેટલાક સ્થળો પર રેલી પણ યોજશે.

કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. આજે રાહુલ ગાંધી અંજારના ટાઉનહોલમાં જનસંવાદ કરશે, બાદમાં મોરબી જશે જ્યાં જનસભાને સંબોધન કરશે. તો પોણા પાંચ વાગ્યે ધ્રાંગધ્રામાં સભાને સંબોધન કરશે. અને સાંજે સાત વાગ્યે વઢવાણમાં લોકોને સંબોધન કરશે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંઘી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણી ૫હેલા સમગ્ર રાજ્યના ખુણે ખુણાના વિસ્તારોને આવરી લઇને કોંગ્રેસનો પ્રચાર કરવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અનેક શહેરોમાં આજ સુઘીમાં તેમની સભાઓ યોજાઇ ચૂકી છે.

Loading...