Abtak Media Google News

માત્ર કોરોનાથી નહીં પરંતુ આગામી ૩-૪ વર્ષોમાં આવનારી આર્થિક અસમંજસતા અંગે પણ સાવધ કરતા આરબીઆઈના પૂર્વ ગવર્નર

કોરોનાની મહામારીથી માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને બેઠુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત થઈ હતી. આ આર્થિક પેકેજમાં કેટલું, ક્યારે, કેવી રીતે લાભાર્થી સુધી પહોંચશે ? તેવા પ્રશ્ર્નો ઉઠાવાયા હતા. કોંગ્રેસને આર્થિક પેકેજમાં મોટુ મીંડુ દેખાયું હતું. આવા સમયે રાજકીય લેખા-જોખા કોરણે મુકી અર્થતંત્રને પાટે ચડાવવાની શિખ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપી છે. તેમણે આગામી ૩ થી ૪ વર્ષમાં ઉભી થનારી આર્થિક અસમંજસતા તરફ પણ ધ્યાન દેવા સુચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે હજુ ઘણુ કરવાનું બાકી છે. જ્યાં છીંડા પડ્યા છે તે પુરવાના છે. બેન્કિંગ અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને ઉભા કરવા જરૂરી છે. રાજકીય હિસાબ-કિતાબ એકબાજુએ મુકીને વિપક્ષોના નિષ્ણાંતોએ પણ આગળ આવવું જોઈએ. બન્ને પક્ષે કદમ થી કદમ મિલાવી આર્થિક નીતિમાં નિર્ણયો કઈ પ્રકારના હોઈ શકે તે ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, સરકારે પણ દેશમાં રહેલા નિષ્ણાંત અર્થ શાસ્ત્રીઓની સલાહ લેવી જોઈએ. વર્તમાન સમયે સરકારને આર્થિક પગલા લેતા માટે રેટીંગ એજન્સીઓની પરવાહ કરવી જોઈએ નહીં. રેટીંગ એજન્સીઓ દ્વારા આપવામાં આવતી સલાહ મુશ્કેલી ઉભી કરી શકે છે તેવો મત વ્યકત થયો હતો.

આ પરિસ્થિતિનો સામનો કરવા માટે વિપક્ષ સાથે મસલત કરીને જોઈએ અને આ પડકારને પહોંચી વળવા માટે તેમનો અનુભવનો ઉપયોગ કરવો જોઈએ જે વડાપ્રધાન કાર્યાલયના એકલા હાથે શક્ય નથી. આપણે બધાં જ પ્રયત્નો કરી છુટવા જોઈએ જો આવા પ્રયત્નો નહીં થાય તો અર્થતંત્ર વધુ ખાડે જશે અને તેની દુરોગામી અસરો સહન કરવી પડશે.

સરકારે અત્યારે દેશના અર્થતંત્રને પાટે ચડાવવા જેની પણ મદદ લેવી જોઈએ તેની મદદ લઈને આગળ વધવું જોઈએ. અત્યારે રાજકારણના નફાખોટના હિસાબ કરવાનો સમય નથી. રઘુરામ રાજને જણાવ્યું હતું કે, દેશમાં આર્થિક નિષ્ણાંતોના પ્રતિભાવોના ભંડાર ભરેલો છે. અત્યારના દોરમાં બાંધકામ ઉદ્યોગ અને માળખાકિય વિકાસ ક્ષેત્રને પુશઅપ કરીને મંદી નિવારવાની જરૂર છે. આજથી જ અત્યારથી જ આર્થિક વર્ષની શરૂઆતની ગણતરી કરીને પગલા લેવાની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકારે રેટીંગ સંસ્થાઓની અભિપ્રાયોની ચિંતા કર્યા વગર અર્થતંત્રને બેઠું કરવા માટે શું કરવું જોઈએ લોકોની આર્થિક સ્થિતિ સુધારવા શું કરવું જોઈએ તે વિચારવું જોઈએ. આ સંસ્થાઓ અર્થતંત્રને તરલ બનાવવા માટે પૈસા વાપરવાની સલાહ આપે છે પરંતુ અત્યારે ભારતના અર્થતંત્રને પાટે ચડાવવાની જરૂર છે. આર્થિક પેકેજમાં ધિરાણ અને લોનનું મહત્વ અપાયું છે. લોન અને ધિરાણ એકબાજુ છે તો બીજી તરફ લોકોની ભુખની સમસ્યાનું તાકિદે નિવારણ કરવું જોઈએ.  આર્થિક પેકેજની જાહેરાત કરી છે તે સારી બાબત છે પરંતુ લોન તેમના કરજમાં રાહત આપશે પરંતુ અન્ય સમસ્યાઓ નહીં ઉકેલાય, મોટા ઉદ્યોગો ખાસ કરીને એરલાઈન્સ, પ્રવાસને વાહન ઉદ્યોગ, બાંધકામ જેવા મહા ઉદ્યોગો લોકડાઉનના કારણે તળીયે આવી ગયા છે. તેમના માટે પણ વિચારવું જોઈએ. ભારતમાં અમેરિકાની જેમ બેલઆઉટ શક્ય નથી. ભારતમાં તો એરલાઈન્સ ક્ષેત્ર ખુબજ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેમને કરજમાંથી પણ રાહત આપવી જોઈએ. અત્યારે દેશનું નાણાકીય ક્ષેત્ર ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. આ મંદી અને વિકટ સમસ્યા વરવું રૂપ લે તે પહેલા જ તેના માટે સહાયરૂપ થવા સરકારના પગલા મહદઅંશે કારગત નિવડશે તેવુ પણ રઘુરામ રાજને કહ્યું હતું.

એરલાઇન, ટુરિઝમ સહિતના ક્ષેત્રોમાં અમેરિકાની જેમ ‘બેલઆઉટ’ પેકેજ આપવું મુશ્કેલ, ભારતમાં ઋણ રાહત આપવી જોઇએ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વર્તમાન સમયે મહામારીનો સૌથી વધુ ભોગ બનેલા એરલાઈન્સ, ટુરીઝમ, કાર મેન્યુફેકચર્સ અને ક્ધટ્રકશન  સેકટરના મુદ્દે કહ્યું હતું કે, આ સેકટરમાં અમેરિકાની જેમ બેઈલ આઉટ પેકેજ આપવું મુશ્કેલ છે. ભારતમાં એરલાઈન્સ સેકટરની હાલત ખરાબ છે. આવા સંજોગોમાં સરકારે ભાંગી પડેલા સેકટરને ઋણ રાહતો આપવી જોઈએ. પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એરલાઈન્સ, ટુરિઝમ, ઓટો અને ક્ધટ્રકશન સેકટરમાં લોકડાઉનના પરિણામે થયેલી ખરાબ હાલત મામલે સરકારને રાહતરૂપ પગલા ભરવા સુચન કર્યું હતું. ફાયનાન્સીયલ સેકટર પણ લોકડાઉનના કારણે પડી ભાંગ્યું હોય. રિ-સ્ટ્રકચર, રિ-કેપિટલાઈઝેશન કરવાની સલાહ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.