Abtak Media Google News

આર.આર.સેલ ની ટીમ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાધનપુર  ભાભર હાઇવે પર આવતા રેસીડેન્સીની સામે રાકેશભાઈ વેલાભાઇ ચૌધરીનાઓ કોઈપણ પ્રકારની પાસ પરમીટ વગર બેઇલનું વેચાણ હોવાની બાતમી આધારે રેડ કરતા કેશભાઈ વેલાભાઇ ચૌધરીનાઓ હાજર મળી આવેલ  ડિસ્પેન્સરી યુનિટ બે નોઝલવાળું લોખંડનો ટાંકો ૩૫ હજાર લીટર કેપીસીટી મળી આવતા જેમાં તપાસ કરતા સફેદ કલરનું પેટ્રોલિયમ પદાર્થનો જેવો પ્રવાહીનો જથ્થો ૩૦ હજાર લીટર મળી આવતા એક લીટરની કિંમત રૂપિયા ૫૫ લેખે કુલ ૩૦૦૦૦ લીટરની કિમત રૂપીયા ૧૬,૫૦,૦૦૦/- ની ગણી પુરવઠા અધિકારી રાધનપુરનાઓને બોલાવી સફેદ કલર જેવા પેટ્રોલિયમ પદાર્થનો સેમ્પલ લેવડાવી પાસ પરમીટ વગર વેચાણ કરતા જથ્થો મામલતદાર , રાધનપુર દ્વારા સ્થાનિક જગ્યાએ સીજ કરવામાં આવેલ છે અને આ પ્રવાહી બાબતે એફ.એસ.એલ.માંથી અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે .

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે.ઝાલા તથા પોલીસ હેડ કોસ્ટેબલ ગીરીશભાઈ પ્રતાપભાઈ તથા પોલીસ હેડ કોસ્ટેબલ કૈલાશભાઈ દોહદ તથા પોલીસ કોન્ટેબલ અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટબલ પ્રકાશભાઈ અમૃતલાલ તથા મહિલા પોલીસ કોન્સ્ટબલ ગાયત્રીબેન હરિલાલ બારોટ તથા બેચરભાઈ અરજણભાઇ વિગેરે માણસો જોડાયેલ હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.