રાજકોટ ડેરીની તમામ બેઠકો બિનહરીફ કરવા રાદડીયા જુથની કવાયત

મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં ૧૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા: કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

રાજકોટ ડેરીની ચૂંટણી બીનહરીફ કરવા રાદડીયા જુથે કવાયત હાથ ધરી છે. આજરોજ રાદડીયા જુથના ૧૩ ઉમેદવારોએ વિધિવત રીતે ફોર્મ ભર્યા હતા. જો કે, રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્ક બાદ રાજકોટ ડેરીની ચૂંટણી પણ બીનહરીફ થાય તો નવાઈ નહીં.

રાજકોટ ડેરીની માળિયા ,મોરબી, ટંકારા વાંકાનેર બેઠક, રાજકોટ ટંકારા બેઠક, રાજકોટ બેઠક, જસદણ બેઠક, પડધરી લોધીકા બેઠક, વિંછીયા બેઠક, રાજકોટ રાજકોટ કોટડા સાંગાણી જસદણ બેઠક, કોટડા સાંગાણી ગોંડલ, લોધિકા બેઠક, ગોંડલ જેતપુર બેઠક, જેતપુર ધોરાજી બેઠક, ધોરાજી ઉપલેટા બેઠક, જામકંડોરણા બેઠક અને એક વ્યકિતગત બેઠક સહિત ૧૪ બેઠકોની ચૂંટણી યોજાશે

રાજકોટ ડેરીની ચુંટણી અંગે મતદાન યાદી કાર્યક્રમ જાહેર થયો છે જે મુજબ તા.૪ ઓગષ્ટના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી. જયારે ઉમેદવારો પત્રક તા.૬ થી ૮ ઓગષ્ટ સુધી મળ્યા હતા. તા.૧૧ ઓગષ્ટ ઉમેદવારીપત્રક રજુ કરવાની છેલ્લી તારીખ છે ત્યાર બાદ તા.૧૩ ઓગષ્ટ ઉમેદવારી પત્રકની ચકાસણી હાથ ધરાશે અને માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ઉમેદવારી પત્રક તા.૧૮ ઓગષ્ટ સુધીમાં પરત ખેંચી શકાશે

જયારે તા.૨૮-૮-૨૦નાં રોજ મતદાન યોજાશે તા.૨૯-૮-૨૦ના રોજ મતગણતરી થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આમ રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ચૂંટણી તા.૨૮ ઓગષ્ટના રોજ યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે રાદડીયા જૂથના ૧૩ ઉમેદવારોએ વિધિવત રીતે પૂર્વ મામલતદાર કચેરીમાં ફોર્મ ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી બીનહરીફ થઈ હતી. ત્યારે હવે રાદડીયા જુથે રાજકોટ ડેરીની ચૂંટણી બીનહરીફ કરવા કવાયત હાથ ધરી છે.

Loading...