Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં પથરાયેલા બુકીઓ સોશિયલ મીડિયા મારફતે આઇડી પાર્સવર્ડ આપી કરોડોની કપાત સાથે સટ્ટાની સટ્ટાસટી

મુખ્ય બુકી સુધી પહોંચવામાં પોલીસ અસમર્થ કે જાણી જોઇ આંખ આડા કાન?

આઇપીએલ બાદ ક્રિકેટ વર્લ્ડ કપના કારણે ક્રિકેટ સટ્ટોડીયાઓની બેવડી સિઝન હોય તેમ સટ્ટાની મૌસમ પુર બહાર ખીલી છે. ઇન્ટરનેટ યુગનો ક્રિકેટ સટ્ટોડીયાઓ ભરપુર લાભ ઉઠાવી જુદી જુદી એપ્લીકેશન મોબાઇલમાં ડાઉન લોડ કરી ઓન લાઇન ઓન-વે કરોડોનો ક્રિકેટ સટ્ટો રમડતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની આંખમાં ધૂળ નાખવા ઇન્ટરનેટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો રમતા એકલ દોડલ બુકીને પકડી પોલીસ સ્ટાફ સંતોષ માની રહ્યો છે. અને ક્રિકેટ સટ્ટાના મુળ સુધી પહોચવાનું માંડી વાળે છે. ક્રિકેટ સટ્ટાના મોટા મગરમચ્છો પાછલા બારણે પોલીસને મોટી રકમનું સેટીંગ થતું હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.

આઇપીએલ દરમિયાન મોટા ગજાના ક્રિકેટ બુકીઓએ પોતાના મોબાઇલમાં ક્રિકેટ મેચ લાઇવ જોઇ શકાય તેવી ડીએનઇએકસ સીએચ, ડાયમંડ એક્સચેન્જ, ક્રિકલાઇન સહિતની અનેક ઓન લાઇન એપ્લીકેશન ડાઉન લોડ કરી મોબાઇલના માધ્યમથી ચાલુ કારે ક્રિકેટ સટ્ટાની કપાત લેવાની ગોઠવણ કરી પોલીસથી પોતાની જાતને બચાવી લેવામાં સફળ રહે છે.

ક્રિકેટ સટ્ટા માટે એક સમયે ટીવી લાઇવ પસારણની જરૂર પડતી અને બુકીઓને એક રૂમમાં બેસી રહેવું પડતું હતું. મેચ દરમિયાન એક જ જગ્યાએ કપાત લેવાથી હોવાથી પોલીસ દરોડો પાડવો સરળ બનતો અને મોટી રકમનો મુદામાલ કબ્જે કરવામાં આવતો હતો.

એપ્લીકેશનની મદદથી ક્રિકેટ સટ્ટો રમાતો હોવાથી બુકીને કોઇ એક જગ્યાએ બેસી રહેવાની કે ટીવીની જરૂર રહેતી ન હોવાથી પોલીસ માટે સટ્ટો પકડવો પડકારરૂપ બન્યો છે. બાતમીદારની મદદથી બુકીને પકડવામાં આવે તો પણ સમાન્ય રકમનો મોબાઇલ જ મુદામલના તરીકે કબ્જે કરવામાં આવે છે.

ક્રિકેટની સિઝન ચાલુ થાય એટલે કેટલાક લીસ્ટેડ બુકીઓ પર પોલીસની બાજ નજર મંડાયેલી જ રહેતી હોય છે અને તેઓની હીલચાલ સહિતની પ્રવૃતિની દેખરેખ માટે બાતમીદારોને કામે લગાડવામાં આવી બુકીઓને પકડી લીધા બાદ કેસ માડવાળ કરવાના બદલામાં મોટી રકમનું સેટીંગ થતું હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.આધૂનિક યુગનો ભરપર લાભ ઉઠાવતા મોટા ગજાના બુકીઓ ક્રિકેટ સિઝન દરમિયાન વિદેશમાં રહી રાજકોટમાં ઓન લાઇન સટ્ટો રમાડી પંટરોના લાઇવ સંપર્કમાં રહી એપ્લીકેશનના માધ્યમથી કપાત મેળવી ક્રિકેટ સટ્ટાનો કરોડો કારોબાર ચલાવવો સરળ બન્યો છે. પોલીસે સ્થાનિક પટંરોને પકડયા, એપ્લીકેશનનું નામ મેળવી લીધું પણ મુખ્ય સુત્રધાર એટલે કે, મોટો મગરમચ્છો (બુકીઓ)ને પકડવામાં પોલીસનો પનો ટૂંકો પડયો છે.ક્રિકેટ સટ્ટો હોય કે જુગાર કલબ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અન્ય એજન્સી દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાન્ચને જવાબદાર ઠેરવી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો રાજયના પોલીસવડાનો પરિપત્ર હોવા છતાં પોલીસ સ્ટાફ પણ એક બીજાને સાચવી લેવાની ગોઠવણ કરી બુકીઓ ઓન લાઇન ગોઠવણનો રસ્તો શોધી કાઢ્યો છે તેમ પોલીસે શિક્ષાત્મક સજામાંથી બચવાનો સરળ રસ્તો શોધી કાઢે છે.

થોરાળામાં રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટો ઝડપાયો

થોરાળામાં આવેલા બાલ મંદિર સામે આબીદ ઓડીયાના રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકતના આધારે થોરાળા પોલીસના પી.એસ.આઇ. આર.એમ. કોટવાલ, એ.એસ.આઇ. બી.જે. જાડેજા સહીતના સ્ટાફે દરોડો પાડતા સદર બજારમાં હરીહર ચોક પાસે રહેતો ફીરોઝ સતાર લીગડીયા નામનો શખ્સ વર્લ્ડ કપની મેચમાં વેસ્ટ ઇન્ડીઝ તથા શ્રીલંકા વચ્ચે ચાલતી મેચ ઉપર રનફેરનો ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લઇ સ્થળ પર જ આઠ મોબાઇલ ફોન તથા ટીવી સહીત કુલ રૂા ૩૦ હજારનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.