રબાડાએ બેંગ્લોરને ધૂળ ચાટતું કર્યું!!!

દિલ્હીએ રોયલ ચેલેન્જર બેંગ્લોરને ૫૯ રનથી હરાવ્યું; ત્યારે રબાડાએ ૪ વિકેટ લીધી

આઇપીએલ ૨૦૨૦ આ વર્ષે સાવ અલગ જોવા મળી રહી છે. સોમવારે રમાયેલી બેંગ્લોર અને દિલ્હી વચ્ચેની મેચમાં દિલ્હીએ ૫૯ રનથી જીત મેળવી હતી. અને દિલ્હી ફરીથી સ્કોર બોર્ડમાં ઉપર આવી ગયું હતું. મેચમાં માર્કસ સ્ટોઈનીસ એ ૫૩ રન બનાવ્યા હતા. જ્યારે પૃથ્વી શૌએ ૪૨ રન બનાવ્યા હતા. રબાડાએ બેંગ્લોરની ૪ વિકેટ લઈને ધૂળ ચાટતું કર્યું હતું.

કાગિસો રબાડાએ શ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. રબાડા એ ૨૪ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તેમજ વિરાટ કોહલીની મોટી વિકેટ પણ લીધી હતી. વિરાટ કોહલી એ ૩૯ બોલમાં ૪૩ રન કર્યા હતા. બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ  ટી ૨૦ માં ૯૦૦૦ રનને વટાવી દેનાર ભારતનો પહેલો બેટ્સમેન અને વિશ્વનો સાતમો ખેલાડી બન્યો છે. જે તેમના તરફથી બેસ્ટ સ્કોર રહ્યો છે.

બેંગ્લુરુની શરૂઆત સારી રહી ન હતી. ટીમની ૩ વિકેટ પાવરપ્લેમાં જ પડી ગઈ હતી. ઓપનર દેવદત્ત પડિક્કલ અને એરોન ફિંચ કઈ ખાસ કરી શક્યા નહીં. પડિક્કલને રવિચંદ્રન અશ્ચિનને આઉટ કર્યો. ત્યારબાદ એરોન ફિંચ પણ અક્ષર પટેલના બોલ પર ઋષભ પંતને કેચ આપી બેઠો. ત્યારબાદ એબી ડિવિલિયર્સ ૯ રન બનાવી એનરિચ નોર્તજેના બોલ પર આઉટ થયો હતો. આ અગાઉ દિલ્હીએ ૪ વિકેટ પર ૧૯૬ રન બનાવ્યા હતા. દિલ્હી માટે માર્કસ સ્ટોઈનિસે સૌથી વધારે નોટઆઉટ ૫૩ રન બનાવ્યા હતા. ત્યારે આઇપીએલમાં આ તેમની ત્રીજી ફિફ્ટી છે. આ ઉપરાંત ઋષભ પંતે પણ ૩૭ રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે ચોથી વિકેટની ભાગીદારીમાં ૮૯ રન જોડ્યા હતા. શિમરોન હેટમાયરે ૧૧ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. જ્યારે બેંગ્લુરુનો મોહમ્મદ સિરાજે ૨ જ્યારે ઈસુરુ ઉડાના તથા મોઈન અલીએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ તેમની ટીમોની શાનદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી થઈ હતી. શોએ ૨૩ બોલમાં ૪૨ રન બનાવ્યા. ત્યારબાદ શિખર ધવન ૩૨ રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર ૧૧ રન બનાવી આઉટ થયો. તેણે મોઈન અલીને આઉટ કર્યો હતો. તેમજ દેવદત્ત પડિક્કલે બાઉન્ટ્રી પર એક શાનદાર કેચ પકડ્યો હતો.

Loading...