Abtak Media Google News

ભારત ની આઝાદી ની લડત માં અનેક આંદોલનો થયા.તેમાનું મુખ્ય આંદોલન હતું “ભારત છોડો આંદોલન દિવસ”.ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં ૮મી ઓગસ્ટ, ઇ. સ. ૧૯૪૨ના દિવસે ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના ઇતિહાસમાં ભારત છોડો આંદોલન ખુબ મહત્વનું છે. આ આંદોલનની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ સમયે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા થઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અંગ્રેજો ભારત છોડી ને ચાલ્યા જાય. સુબાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજ ને દિલ્હી ચાલો નો નારો આપ્યોતો મહાત્મા ગાંધીએ પણ 8 ઓગસ્ટની મુંબઈ થી ભારત છોડો આંદોલનની જાહેરાત કરી. તેમણે જાણતા ને કરો ય મારોના નારા થી જાગૃત કાર્ય હતા. આ પ્રચંડ નારા ને કારણે 9 ઓગસ્ટની સવારેજ ગાંધીજી, સરોજની નાયડુ અને સરદાર પટેલ સહીત કોંગ્રેસના બધાજ ટોચનાં નેતાની ધરપકડ કરવામાં આવી હતી. કારણકે આ નારા ની કારણે રેલ્વે સ્ટેશન, ટેલિફોન એક્સચેન્જ ઓફિસે અને બીજી અનેક જગ્યાએ હીંસા ની શરૂઆત થવા માંડી અને અનેક લોકો માર્યા ગયા. પણ રાષ્ટ્ર એકતા એકત્રિત કરાવી સાથેજ “તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા” ના નારા સાથે લોકો માં જાગૃતી ફેલાવી.

આ આંદોલન થી ભલે ભારતને સીધી રીતે સ્વતંત્રતા ના મળી શકી પણ એની અસર બહુ જોરદાર પડી. દેશવ્યાપી આંદોલન પછી અંગ્રેજ સરકારને એટલો ખ્યાલ જરૂર આવી ગયો હતો કે ભારત હવે હાથમાંથી જઈ રહયું છે. માણસ જયારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવે ત્યારે જેવી રીતે નવું જીવન મળે એવીજ રીતે આ આંદોલન થી રાષ્ટ્રને નવું જીવનદાન મળ્યું એવું કહી શકાય. આ આંદોલન થી ઇતિહાસમાં ભારત માટે નવી ઉડાન શરુ થઇ.

આ આંદોલન ના પાંચ વર્ષ પછી 1947માં આખરે ભારતન આઝાદ થયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.