Abtak Media Google News

તારું શું ? મારૂ શું ?

આ દુનિયામાં ચાલી રહ્યું આ શું ?

ભૂલવા માંડ્યા દરેક આ શું ?

કરી દીધું આ  તારું મારું શું ?

આપીએ છે આપણે તેને આ બધું શું ?

તે કરે આપણી કદર શું ?

આપણી સાથે જીવે છે તેનું શું ?

ક્યારેય આપણે માંગયે તેની પાસે કશું ?

તેજ કરે છે નષ્ટ આપણને આ શું ?

તો પણ ક્યાં આપણે તેને કહી શકીએ કશું ?

ભૂલી જાય છે તે આ બધું શું ?

જ્યારે આપણે તેનેજ આપી દીધું કહ્યાં વગર શું-શું ?

ફૂલોની તે સોડમ આપી,

હવાની તે સાથે ફેલાવી,

વૃક્ષોની તે વિભિન્તા સ્થાપી,

પર્વતની તે અડગતા વ્યાપી,

પાણીની તે સમસ્યા નાશી,

સુંદર સૃષ્ટિ તે બનાવી,

તોએ તારું મૂલ્ય તેના માટે શું ?

કહી દે બસ કુદરત અનોખી આ શું ?

તો ભૂલી જાય છે આ મનુષ્ય શું ?

કે આપણા થકી નથી જોડાયેલું તેનું જીવન શું ?

આપણો અંત તે નહીં લાવે તેનો પણ અંત શું ?

તો બસ ખાલી ના કરી શકે આપણી કદર થોડી શું ?

મારવા કરતાં તેની સંગાથે જીવા ના દે આપણને શું ?

આપણે પણ બચાવીશું તેનું જીવન ઘણું,

રાખીશું એજ સ્મિત તેનું ખરું,

પ્રકૃતિએ પૂછ્યો આ સવાલ મનુષ્યને તારું મારું શું ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.