દ્વારકાના તમામ ચાર તાલુકાઓમાં કુલ ૮૦૦ બેડ સાથેના ક્વોરેન્ટાઈન રૂમો થયા તૈયાર

65

કોરોના સંદર્ભે જિલ્લા કલેકટર ડો.મીનાએ માહિતી આપી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોના વાયરસ રોગના અનુસંધાને લોક ડાઉન તથા કલમ ૧૪૪ હેઠળ જાહેરનામુ અમલી છે. જે માટેનો ચુસ્ત અમલ કરવા તથા કોરોના સામે લડત આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સરકારી તંત્ર સક્રિય અને સતત જાગૃત રહ્યું છે.આ અંગે આજરોજ સોમવારે સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની વિવિધ માહિતીઓ આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી કુલ ૫૬૪ બહારથી અત્રે આવેલી વ્યક્તિઓનું કોરોના સંદર્ભે પ્રાથમિક ચેકીંગ કરાયું છે. જે પૈકી ૪૫૨ વ્યક્તિઓ વિદેશથી આવ્યા હતા જ્યારે ૧૧૨ લોકો અન્ય રાજ્યમાંથી આવ્યા હતા. આ પૈકી ૫૧ વ્યક્તિઓનો ૧૪ દિવસ ફોલો અપ પીરીયડનો પૂર્ણ થઇ ગયો છે. તેથી તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ જિલ્લામાં ૩૬૨ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈનમાં છે જ્યારે પાંચ વ્યક્તિઓને સરકારી ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

કોરોના સામે લડત આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ૬૫ બેડ તથા દસ વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અત્રેની ખાનગી હોસ્પિટલ સાકેત હોસ્પિટલમાં પણ કોરોના અંગેની  સારવાર આપવાની તમામ તૈયારીઓ કરાઈ છે. આ સાથે અન્ય ચાર ખાનગી હોસ્પિટલ સાથે પણ તંત્રએ ચર્ચા વિચારણા કરી, આ સ્થળે ૩૫ આઇશોલેશન બેડ તથા પાંચ વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

હાલ લોક ડાઉનની પરિસ્થિતિમાં ગરીબો અને શ્રમિકો અને રોજીરોટી તથા જમવાની સમસ્યા ઉદ્દભવી રહી છે. આ માટે તંત્રએ રીતે નક્કર કામગીરી કરી, ઔદ્યોગિક એકમો વિગેરે પાસેથી આશરે ૭૫૦૦ નંગ અનાજની કીટ મેળવવા માટેની કામગીરી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટેના સૌથી મોટું અનુદાન મીઠાપુરની ટાટા કેમિકલ્સ કંપની દ્વારા રૂપિયા પચાસ લાખનું જિલ્લા કલેકટર અને સાપડ્યું છે. આ ઉપરાંત અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા પણ નોંધપાત્ર રકમ રાહત ફંડમાં આપવામાં આવનાર છે.

Loading...