Abtak Media Google News

એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રીકૃષ્ણ શ્રાવણ સુદ એકાદશી ને કઈ એકાદશી કહેવામાં આવે છે , આ એકાદશી નો મહિમા મને વિગતે કહી સંભળાવો…

શ્રી કૃષ્ણ એ કહ્યું હે, રાજન પુત્રદા એકાદશી નું વ્રત શ્રાવણ સુદ એકાદશીના રોજ કરવાનું હોય છે ,પુત્રદા એટલે પુત્ર આપનારી, સંતાન સુખ આપનારી એકાદશી, આ એકાદશી કથાનો શ્રવણ અને વાંચન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે, આ એકાદાશીની કથા આ પ્રમાણે છે .

દ્વાપરયુગમાં માહેશ્મતી નગરીમાં મહીજીત નામનો એક રાજા થઇ ગયો રાજા પ્રજા વત્સલ હતો, રાજાને શેર માટીની ખોટ હતી, તેને હમેશા નિ:સંતાનપણાનુ દુ:ખ હતું, રાજા પ્રજા માટે ન્યાય પ્રિય હતો, તેને ક્યારેય અન્યાય કરેલ ન હતો , પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કરેલ છતાં તેના નશીબ માં પુત્રનુ સુખ હતું જ નહિ, એક સમયે રાજાએ મહર્ષિ લોમેશ મુનિના દર્શન કર્યા, આ મુનિએ રાજા મહીજીતને સદુપદેશ આપતા કહ્યું હે રાજન અનંત કાલ થી જીવનું જન્મવું , મોટા થવું , ભોગવવું અને મૃત્યુ પામવુ એ જકરતો આવ્યો છે, ભૂતકાળમાં ભોગોના સુખો ભોગવવામાં  કઈ બાકી નથી રહ્યું , છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થઇ,મનુષ્યની બધી જ ધારણા ઓ સિદ્ધ થતી હોય તો ધર્મ અને મોક્ષનો  પુરુષાર્થ જ કોણ કરે, જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર પુણ્ય, પાપ અને બળનો ઉપયોગ કરવો જોઈંએ , મનુષ્ય સુખ અને માત્ર સુખ માંગ્યા કરે છે , પણ બિચારો એવી ચિંતામાં અટવાયો છે કે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી “શ્રદ્ધા લભતે સુખમ” એટલે સૂત્ર અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ , પુણ્ય અને તપના સિદ્ધાંતોની શ્રદ્ધા સુખને લાવી આપે છે, પુત્ર સુખ આપે છે , આજે મનુષ્ય દુ:ખના દાવાનળમાં સળગી રહ્યો છે, કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતોને વિસરી ગયો છે, પુણ્ય પાપની શ્રદ્ધા વાળો જ સાચું મન, સ્વાસ્થ્ય પામી શકે છે. રાજામહીજીત મુનીવર લોમેશ ઋષિને પૂછે છે એવુકયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. રાજાને મુની શ્રાવણ સુદ એકાદશીની પુત્રદા એકાદાશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે , અણુવ્રત એટલે શું ત્યારે મુની જવાબ આપે છે , હે રાજન પાંચ પ્રકારના અણુવ્રત છે, હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, મૈથુનનું સેવન ન કરવું, ચોરી ન કરવી અને વ્રતનું પાલન કરવું, જે વ્રતનું પાલન કરે મહાવ્રતી કહેવાય છે

કર્મોના બંધનને તોડવા માટે પુરુષાર્થ કરવો કોઈએ ,  લોમેશ મુનિએ રાજાનો પૂર્વજન્મ જાણી લીધો અને મુનિએ કહ્યુ ,’હે રાજન , પુર્વ જન્મમા  ધોમધખતા તાપમા તળાવને કાંઠે એક તાજીવિયાયેલિ ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તમે ગાય અને વાછરડાને હંકિ કાઢીને પોતે પોતાની તૃષ્ણા છિપાવિ હતિ , પણ તમે ગાય માતા તેમજ વાછરડાને તરસ્યા તગડીમુકયાહતા, આ ઘોર પાપનેલીધે તમારે આજે નિ: સંતાનપભોગવવુ પડે છે , લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનુ વ્રત કરવા આદેશ આપ્યો , મુનિએ રાજાને કહ્યુકે તમારો સમગ્ર પરિવાર અને પ્રજા જો પુત્રદા એકાદશી વ્રત કરે અનેતે વ્રતનુ પુન્ય આપને અર્પણ કરે તો જ તમને પુત્રની પ્રાપ્તિ થશે.

એવુ કહેવાય છે કે, રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદાએકાદશીનુ પ્રેમપુર્વક વ્રત કર્યુ જેનાપ્રભાવે મહિજિત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો,પુત્રની ઇચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનુ વ્રત અવશ્યકરવુ જોઇએ , પુત્રદા એકાદશીની વ્રત કથા, તેનો મહિમા અને માહાત્મય કે કથાનુ વંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુસ્યનો વૈકુંઠમાવાસ થાય છે

સંકલન : રાજેશ એસ. ત્રિવેદી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.