Abtak Media Google News

ગરબા, રસોઇ, આર્ટવર્ક સહિતના ક્ષેત્રમાં હોંગકોંગવાસીઓને ધેલું લગાડયું

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને પૌરાણિક છે ત્યારે આપણે કયાંક આપણી જ સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. ત્યારે આવા સમયમાં ગુજરાતના અને તેમાં પણ મુળ રાજકોટના પૂર્વી બુટોલા કે જેઓ હાલ હોંગકોંગમાં રહીને આપણી સંસ્કૃતિ એવા ગરબા, રસોઇ, આર્ટએન્ડ ક્રાફટ સાથે કલોથ એકઝીબીશન કરી રહ્યા છે. ત્યારે અબતક દ્વારા તેમની સાથે વિશેષ રજુઆત કરવામાં આવી હતી.

પ્રશ્ન:- આપ ડાન્સીંગ આર્ટ એન્ડ ક્રાફટ, એકસીબીશન જેવી અનેક પ્રવૃતિઓ હોંગકોંગમાં કરો છે. ત્યારે આ અંગેની પ્રેરણા કયાંથી મળી?

જવાબ:- મારી સિઘ્ધિ પાછળનો પ્રેરણા સ્ત્રોત મારા મમ્મી છે. આ ઉપરાંત ટાઇમ મેનેજમેન્ટ પણ ખુબ જ અગત્યનું છે. નાનપણમાં હું અહીંસા સામે ઉભી રહીને ડાન્સ કરતી ત્યારે મમ્મી હંમેશા મને જોતા અને તેની સાથે જ મમ્મીએ મને પ્લેટફોર્મ આપવા સોસાયટીમાં એક કાર્યક્રમમાં મારૂ નામ લખાવ્યું ત્યારે ત્રણ વર્ષની ઉમરે મે ઢીંગલીનો હોલ ભજવ્યો હતો બસ આજ શરૂઆતથી કોલેજ સુધી ઘણા બધા ડાન્સ પરફોમન્સ આપ્યા.

પ્રશ્ન:- હાલની યુવા પેઢી વિદેશી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરી રહી છે

ત્યારે આપ ત્યાં જઇને આપણી સંસ્કૃતિ ઉજાગર કરો છો, શું કહેશો?

જવાબ:- વિદેશમાંથી પણ ઘણી બાબતો શિખવા જેવી છે. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઇએ. વિદેશમાં રહીને ભારતીય હોવાનું હું ગર્વ અનુભવુ છું અને હું આપણી સંસ્કૃતિને ત્યાં લઇ જઇ શકી, લોકોને પિરસી શકે ઉપરાંત તે લોકો પણ સંસ્કૃતિને અપનાવી તેનું અનુકરણપ કરે છે તેનો મને ગર્વ છે.

પ્રશ્ન:- ખાસ તો બાળકોને પણ આપ અલગ અલગ પ્રવૃતિ કરાવો છો ત્યારે તેમની સાથે કંઇ રીતે હળી મળી જાવ છો.

જવાબ:- કહી શકાય કે બાળકો કોરી પાર્ટી છે. તેમની સાથે તેમની ગમતી પ્રવૃતિ ઉપરાંત આપણી ભારતીય સંસ્કૃતિ અને હોંગકોંગની રહેણી કરણી સાવ અલગ છે. તેથી અહિયાના કપડા બાળકોને પહેરાવી ફન સાથે તમામ વર્કશોપ હું લેતી હોય છું જેથી બાળકો પણ આ વર્કશોપને  માણે છે ઉપરાંત બાળકો સામેથી પુછે છે કે હવે બીજું વર્કશોપ કયારે હશે.

Img 20200630 Wa0012

પ્રશ્ન:- કયા કયા પ્રકારના ડાન્સ આપ બાળકોને શિખવો છો!

જવાબ:- હું નાની હતી ત્યારે મે ભરત નાટયમ કમ્પ્લીટ કરેલો, અને બીજા બધા હું મારી જાતે જ ડાન્સ શીખી, હોંગકોંગમાં કલાસીકલ અને બોલીવુડનું આગવું મહત્વ છે. સ્પેશ્યલી આપણા ગુજરાતના ગરબા અતિ લોકપ્રિય છે.

પ્રશ્ન:- ખાસ તો આપ હોંગકોંગમાં કલોથ એકઝીબીશન કરો છો. અત્યાર સુધી કેટલા એકસીબીઝન કર્યા છે અને અનુભવ તથા રીસ્પોન્ટ કેવો રહ્યો.

જવાબ:- જયારે હું પહેલા હોંગકોંગમાં ગઇ ત્યારે મને ખુબ અધરુ લાગ્યું કારણ કે હોંગકોંગ ખુબ મોંધુ છે ત્યારે મને ત્યાં એક લેડી મળ્યા અને તેમની થકી જ મને એકસીબીસનો તક મળી અને ખાસ આપણા કચ્છની હેન્ડમેડ જવેલરી, કપડા ત્યાંના લોકો ખુબ જ પસઁદ કરે છે. તેથી સો થી પણ વધારે એકસીબીશન હું કરી ચુકી છું.

પ્રશ્ન:- હોંગકોંગ લોકોને આપે ઘણું બધુ શિખવ્યું પરંતુ આપે પણ ત્યાંથી ઘણું શિખ્યું હશે. આપે શુ: શીખ્યું?

જવાબ:- સૌથી વધારે મને જે વાત ગમે છે તે સામાજીક જવાબદારીની ભાવના છે. આ ઉપરાંત લોકો કોઇપણ કામ સમગ્ર ઇચ્છાશકિત સાથે કરે છે. સવારે નાસ્તો કરવા માટે પણ લોકો પાસે ટાઇમ નથી. હાથમાં જ લોકો બ્રેડ લઇને ખાતા ખાતા જ નીકળી જાય છે.

પ્રશ્ન:- ‘ટીમ વર્ક’નું પરિણામ હંમેશા શ્રેષ્ઠ આવે છે. ત્યારે આપની સાથે કેટલા લોકો જોડાયા હતા. અને તેઓનો સહયોગ કેવો રહ્યો.

જવાબ:- ખરેખર એકલા હાથે કોઇ કામ શકય નથી. હું જ કરી શકુ, મારાથી જ થાય એ વાત શકય જ નથી. હું પણ અહિયા સુધી પહોંચી  તો ટીમ વર્ક સિવાય મારુ કામ થઇ જ ન શકે.

પ્રશ્ન:- આ ઉપરાંત ઓડિયન્સ જયાં સુધી પ્રોત્સાહીત ન કરે ત્યાં સુધી કોઇપણ કાર્યક્રમ સફળ નથી નીવળતો આવાની આ સફળતાની સફરનો કોઇ યાદગાર કિસ્સો?

જવાબ:- આમ, તો પાંચ વર્ષની સફરમાં મારા ઘણા યાદગાર કિસ્સા છે જેમાનો એક કિસ્સો છે કે ‘મધર્સ ડે’ પર મારી એક વર્કશ્ોપ હતી. જેમાં પ્રાયમરીનાં બાળકોને મારે હિન્દીમાં ગ્રીટીંગ કાર્ડ બનાવવાના હતા. ત્યારે એક બાળક મારી પાસે આવ્યો  અને મને કહ્યું કે મેમ તમે આ વાકય લખવામાં મારી મદદ કરશો. વાકય હતું. ‘મા તુમ બહોત મહાન હો’ બાળકને મે લખતા શિખયું અને એ કાર્ડએ બાળકે તેના મમ્મીને આપ્યું બીજા વિશે બાળકે કહ્યું કે મારા મમ્મી ખુબ જ રડયા તેમના માટે આજ દિવસ સુધીનો આ બેસ્ટ મધર્સ ડે હતો. મારા માટે પણ આ એક ઇમોશનલ કિસ્સો હતો.

પ્રશ્ન:- આપ અહિયા સુધી પહોચ્યા ત્યારે પડકારોનો પણ સામનો કરવો પડયો હશે. કેવા કેવા પડકારોના સામનો આપે કરેલ છે?

જવાબ:- સૌથી મોટો પડકાર ભારતથી હોંગકોંગ ગઇ તે જ છે. અહિયા અમે સંયુકત કુટુંબમાં રહેતા હતા જેથી જવાબદારી વિભાજીત થઇ જતી. ત્યારે મમ્મી પણ કહેતા કે તું તારા ભવિષ્ય પર ઘ્યાન આપ પરંતુ હોંગકોંગમાં હું મારા પતિ અને પુત્ર રહીએ છીએ ઘરના કામથી માંડી પુત્રની શાળા બધુ જ સંભાળવાનું હોય છે. ત્યારે એક સાથે જોબ અને ઘરની જવાબદારી મેનેજ કરવી ખુબ જ અધરી હતી. એકવાર બન્યું એવું કે શરુઆત મેં ફુલ ટાઇમ જોબ શરુ કરી ત્યારે હું આખો દિવસ જોબ પર હોય અને મારો દિકરો સાડા ત્રણ વાગ્યે ઘરે આવી જતો. એક વખત બન્યું એવું કે, શાળાએથી આવતાઆવતા મારો પુત્ર એન.ટી.આર. સ્ટેશનનાં બેન્ચ પર થાકીને સૂઇ ગયો. ત્રણ કલાક તેણે ફોન જ ન ઉપાડયો મેં ત્યારે જ જોબ રીઝાઇન કરી અને તેને શોધવા નીકળી ચાર કલાક પછી તેનો ફોન આવ્યો કે મને અહિયા જ ઊંઘ આવીગઇ હતી. આ સમયે લાગ્યું કે ભારતમાં કામ કરવું ખુબ જ સરળ છે અને અબ્રોડમાં ખુબ જ અધુરું છે. ત્યારબાદ મે અલગ અલગ વર્કશોપ શરુ કર્યા.

પ્રશ્ન:- ગુજરાતીઓ હાલમાં વિશ્ર્વ ફલક પર છવાયા છે ત્યારે ગુજરાતીઓની પ્રગતિ વિશે શું કહેવું છે.

જવાબ:- ગુજરાત વિશે એટલું જ કહી શકે ‘જયાં જયા વશે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ગુજરાતીઓની કોઇ જ ટકકર નથી. હોંગકોંગમાં પણ ઘણા બધા ગુજરાતીઓ રહે છે. હર એક ગુજરાતીમાં અલગ અલગ ટેલેન્ટ છે. હોંગકોંગના લોકો વિચારે છે કે અમારી પાસે આવા ટેલેન્ટ કેમ નથી. ત્યારે એક ગર્વની લાગણી અનુભવાય છે.

પ્રશ્ન:- હવે, આગામી દિવસો માટેનું શું આયોજન છે.

જવાબ:- ગમે તેટલી સિઘ્ધી હાંસલ કર્યા બાદ ભારત ભુલાતો નથી મારૂ શરીર જ હોંગકોંગમાં છે. પરંતુ હ્રદય તો ભારત માટે જ ધડકે છે. હવે માત્ર હોંગકોંગ જ નહિ પરંતુ અન્ય દેશોમાં  પણ હું આપણા કલ્ચરને પ્રસરવું તેવી મારી ઇચ્છાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.