Abtak Media Google News

મહિલાની તલાસી લેતા થેલીમાંથી પર્સ, મોબાઈલ અને દેશી દારૂની પોટલી મળી આવતા પોલીસ હવાલે કરાઈ

સિવિલ હોસ્પિટલમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી છાશવારે સિકયુરીટી ગાર્ડની સતર્કતાથી એક પછી એક તસ્કરને ઝડપી પોલીસ હવાલે કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા ઓપીડી બીલ્ડીંગમાં દવાબારીએથી મહિલા દર્દીનો મોબાઈલ અને પર્સ લઈ ફરાર થાયતે પહેલા જ ઝડપી પોલીસ હવાલે કરવામાં આવી છે.

બનાવ અંગે મળતી વિગત અનુસાર સહકાર મેઈન રોડ પર રહેતા આરતીબેન ભરતભાઈ સજનાણી નામની મહિલા સીવીલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં દવાબારીએ દવા લેવા ઉભા હતા ત્યારે મધુ જીવા સોલંકી નામની મહિલા આરતીબેન સજનાણીના મોબાઈલ અને પર્સ તફડાવી ભાગી હતી

.સીકયુરીટી એજન્સીનાં ગીરીરાજસિંહ રાઠોડ એ.ડી. જાડેજા જનકસિંહ ઝાલા અને દક્ષાબેન મકવાણા સહિતના સ્ટાફે આરતીબેન સજનાણીને સાથે રાખી મહિલાની અટકાયત કરી તેની તલાસી લેતા થેલીમાંથી પર્સ મોબાઈલ અને દેશી દારૂની પોટલી મળી આવતા પ્ર.નગર પોલીસ હવાલે કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.