Abtak Media Google News

આજરોજ રાજકોટમાં પૂજય સુશાંતમુનિ મ.સા. રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદી ઠાણા-૬ તથા વિશાળ સાઘ્વી વૃંદનો સોનેરી સુર્યોદયે મંગલ પ્રવેશ કરેલ છે.

સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોની ભકિત ભાવ અને અમોભાવ સાથે સ્વાગત કરેલ, જૈન ચાલમાં સંઘમાં પૂજય ગુરુદેવે ફરમાવ્યું કે સંતો હંમેશા ભાવિકોમાં રહેલી સુષૃપ્ત શકિતઓને ઢંઢોળવા અને ધર્મમાં જાગૃત કરવા આવે છે. મહીલા મંડળના બહેનોએ અસલ કાઠીયાવાડી અંદાજમાં દુહાઓની રમઝટ બોલાવી માહોલમાં રંગત લાવી દીધેલ. અર્હમ ગ્રુપના યુવાનોએ શંખનાદ કરી રાજકોટની ધર્મપ્રિય જનતાને જાગૃત કરેલ કે જાગી જજો…. તપ જપમાં જોડાઇ જજો…. ગુરુદેવ પધારી રહ્યા છે. લુક એન્ડ લર્નનાં બાળકોએ કાલાઘેલી ભાષામાં સોના નો સુરજ ઉગ્યો છે. આજ શાસન પ્રત્યે સૌને જગાડજો દાઝ આવા ગગનભેદી નારાઓ સાથે રાજકોટમા રાજમાર્ગો ગજાવી દીધેલ.

ડો. યાજ્ઞીક રોડ, સરદારનગર મેઇન રોડ ખાતે થી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘનાં હોદેદારો તથા વિશાળ સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ દ્વારા પૂ. ગુરુદેવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ત્યાંથી વિવિધ વેશભુષામાં સજજ બાળકો, બેડાધારી બહેનો, કળશધારી બાળાઓ, રસ્તામાં શ્રીસંઘના શ્રાવક-શ્રાવકીઓ દ્વારા આકષક રંગોળી કરેલ અને પૂજય ગુરુભગવંતો, પૂજન મહાસતીજીઓએ શાલીભદ્ર સરદારનગર જૈન સંઘમાં ખાતે પદાર્પણ કરેલ.

શ્રીસંઘમાં સૌપ્રથમ પૂજય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ઉગવસ્ગ્ગહરંમ સ્ત્રોત સ્વાગત સભાની શરુઆત કરી ત્યારબાદ પૂજય સુશાંતિમુનિએ મંગલાચરણ કરેલ. હાલ પૂજય ગુરુદેવ તા. ૪, પ અને ૬ દરમ્યાન શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં બીરાજમાન છે.

આ તકે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ઇશ્ર્વરભાઇ દોશીએ સ્વાગત કરેલ, ત્યારબાદ શ્રી શાલીભદ્ર સરદાનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખશ્રી હરેશભાઇ વોરા સ્વાગત કરી જણાવેલ કે પૂ. ગુરુદેવ તથા પૂ. મહાસતીજીઓ સૌપ્રથમ પુજય બા સ્વામીની તપોભૂમિમાં પધાર્યા તેથી અમારો  શ્રીસંઘ ગૌરવ અનુભવે છે. ત્યારબાદ ગોડલ- નવાગઢ સંઘના પ્રમુખશ્રી પ્રવિણભાઇ કોઠારીએ સ્વાગત કરી જણાવેલ કે પૂ. ગુરુદેવ નમ્રમુની મહારાજ સાહેબ રાજકોટના ૧૭-૧૭ વર્ષ બાદ ચાતુર્માસ અર્થે પધારેલ ત્યારે તેઓ ઐતિહાસિક ચાતુર્માસ કરે અને રાજકોટનું આ સામુહિક ચાતુર્માસ ભવ્ય બને તેવી શુભેચ્છા પાઠવેલ, ત્યારબાદ શ્રી રોયલ પાક સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઇ શેઠએ તેમના વકત્વયમાં આગામી તા. ૧૭-૬-૧૮ ના રોજ પૂ. ગુરુદેવો તથા પૂ. મહાસતીજીઓ પધારવાનાં આ પ્રવેશ પ્રસંગે સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ.

તા.૫ અને ૬ દરમ્યાન સવારે ૭.૧૫ થી ૮.૧૫ શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ ખાતે પૂ. ગુરુદેવ વ્યાખ્યાન ફરમાવશે તો ધર્મ પ્રેમીઓને દર્શન વાણીનો અપૂર્વ લાભ લેવા વિનંતી તેમ શ્રીસંઘની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.