Abtak Media Google News

કાળઝાળ ગરમીને કારણે પર્જન્ય યજ્ઞનું આયોજન બંધ રાખી હવે નર્મદા જળપૂજન કરવા નકકી કરાયું

થોડા સમય પહેલા રાજયના ૪૧ સ્થળોએ ૩૧મી તારીખથી પર્જન્ય યજ્ઞ કરવાનું આયોજન રૂપાણી સરકાર દ્વારા કરાયું હતું. જોકે હવે આ આયોજન પડતું મુકીને નર્મદા જળપૂજન કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

રાજય સરકારના એક મહિના લાંબા સુજલામ-સુફલામ જળ અભિયાનના અંતે પર્જન્ય યજ્ઞ થવાના હતા. જોકે ગરમીનો પારો વધી જતા હવે આ યજ્ઞ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે પર્જન્ય યજ્ઞના સ્થાને નર્મદા પૂજન કરવામાં આવનાર છે તેવું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

પર્જન્ય યજ્ઞ બંધ રાખવા પાછળ મુળ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો સરકારે ગરમીના કારણે આયોજન બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.અહીં ઉલ્લેખનીય છેકે ભયંકર જળસંકટ તોળાય રહ્યું છે જેના પરીણામે રાજયના ૨૦૪ ડેમમાં માત્ર ૨૯ ટકા પાણી જ છે જે વધુ ચિંતાનો વિષય છે માટે આવતા વર્ષે જળસંકટ ન સર્જાય તે માટે રાજય સરકારે અત્યારથી જ જળાશયોને ઉંડા કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.