Abtak Media Google News

રાજમાર્ગો પર વાહન ચલાવતા-ચલાવતાં પાનની પીચકારી મારનારનું આવી બનશે: રૂ.૧૦૦ થી ૩૦૦ સુધીનો દંડ વસુલવાની તજવીજ

સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯માં દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં નવમો ક્રમાંક હાંસલ કર્યા બાદ હવે મહાપાલિકાની નજર નંબર વન પર ટકી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જે અંતર્ગત હવે રાજમાર્ગો પર થુકનાર કે પાનની પીચકારી મારનાર પાસેથી દંડ વસુલવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. હાલ જે રીતે ટ્રાફિકનાં નિયમો ભંગ કરનારને ઘર બેઠા જે રીતે ઈ-મેમો મોકલવામાં આવે છે તે રીતે જાહેરાતમાં થુકનારને પણ ઈ-મેમો મોકલવામાં આવશે.

આ અંગે મહાપાલિકાને સોલીડ વેસ્ટ શાખાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હવે વાહન ચલાવતાં-ચલાવતાં રાજમાર્ગો પર પાનની પીચકારી મારનારને દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર જયારે રજા પરથી પરત ફરશે ત્યારે નકકી કરવામાં આવશે. શહેરમાં આઈવે પ્રોજેકટ અંતર્ગત ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા પાનની પીચકારી કે રાજમાર્ગો પર થુંકનાર વ્યકિતને પકડી પાડશે જોકે મેમો વાહનનાં માલિકને મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.