Abtak Media Google News

કાઉન્સીલરો દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

દીવ શહેરના મોટાભાગના રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયેલ છે જેને કારણે તેના પર અવરજવર કરનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે વારંવાર કાઉન્સિલર ભાઈ-બહેનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ પરિસ્થિતિ આજે હજુ એની એ જ છે સામાન્ય વરસાદ મા પણ આ મસમોટા ખાડાઓ માં ભરેલી માટે રોડ ઉપર વહી જાય છે અને મોટા મોટા ખાડાઓ થઈ જવાથી વાહનચાલકો તેમજ ચાલીને અવરજવર કરતા લોકોને ગંભીર સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. જેથી તાકિદે સમારકામ કરાવવા માંગ ઉઠાવી છે.

આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દીવના કાઉન્સિલર આરતીબેન બારીયા, ભાવનાબેન દૂધમલ અને નિકીતાબેન દ્વારા દીવ મ્યુનિસિપાલટી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને પરિસ્થિતિથી ફરી એક વખત અવગત  કરી અને અને આ અંગે વહેલી તકે પગલા લેવામાં આવે એવી માંગ કરેલી. તેમણે જણાવ્યું કે દિવ શહેરના બધા જ રસ્તાઓ જેવા કે દિવ મેઇન બજાર, જાપાન રોડ, પંચવટી રોડ, કોળીવાડ, ઘોઘલા વિસ્તારના મેઇન રોડમાં મોટા મોટા ખાડાથી લોકો ખૂબ જ પરેશાન છે. જેનો જલ્દીથી યોગ્ય ઉકેલ વધારે વરસાદી સિઝન ચાલુ થાય તે પહેલા આવે એ ખૂબ જ જરૂરી છે. અને હજુ તો ચોમાસાની સિઝન શરૂ થઈ છે માટે હવે આગળ વધુ વરસાદ થાય અને પરિસ્થિતિ વધુ ગંભીર બને દીવના લોકોને વધુ આફતનો સામનો કરવો પડે એ પહેલા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ અંગે વહેલી તકે પગલાં ભરવામાં આવે એવી તીવ્ર માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.