Abtak Media Google News

દુકાનો ખૂલ્લી રાખવાની સમય મર્યાદામાં વધારો કરવા માંગણી

દીવ  કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે  દીવ માં અનલોક ૧ અને અનલોક ૨ વચ્ચે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દીવમાં હજુ પણ સાંજે ૭ થી સવારે ૭ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. દીવ જિલ્લામાં  દુકાનો સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.  સિનેમા ઘર, જીમ અને સ્વિમિંગ પુલ, અને બાર  બંધ રાખવામાં આવશે. તેમજ શાળા કોલેજ કોચિંગ ક્લાસ પણ ૩૧ જુલાઈ સુધી બંધ રહેશે..

અનલોક ૨ મા પણ સાંજે માત્ર ૭ વાગ્યા સુધીનો જ સમય રાખ્યો હોવાથી દીવના સ્થાનિકો પ્રશાસનના આ નિર્ણયથી નાખુશ થયા છે. દીવના સ્થાનિકોનું એવું કહેવું છે કે અહીંના લોકલ વ્યક્તિઓને તેમજ ધંધાર્થીઓને ઓછામાં ઓછો ૯ વાગ્યા સુધીનો સમય આપવામાં આવે.

દીવની બંને ચેકપોસ્ટો પર હજુ એ જ પ્રમાણે આવવા તથા જવા માટે યાફતત જરૂરી રહેશે.દીવ વાસીઓએ ગુજરાત માં જવા માટે પ્રશાસન ની મંજૂરી લઈને જવાનું રહેશે અને સાંજે સાત વાગ્યે પરત ફરવાનું રહેશે.સાત પછી આવનારા લોકોએ હોમ કોરોન્ટાઈન રહેવું પડશે.

દીવની બહારથી આવનાર કોઇ પણ વ્યક્તિએ લોકો એ જેઓએ ઊાફતત  કે દીવ પ્રશાસન ની એન્ટ્રી કે એકઝીટ પાસ ક્ઢાવેલ હોય તેઓએ સાંજે સાત પહેલા દીવ છોડી દેવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.