પીજીવીસીએલની વિભાગીય કચેરીઓમાં ૧૧ અને ૧૩ ડિસેમ્બરે લોક દરબાર

71

ત્રણેય વિભાગીય કચેરીઓમાં કાર્યપાલક ઈજનેરો ઉપસ્થિત રહીને વીજ ગ્રાહકોના પ્રશ્નો સાંભળશે

પીજીવીસીએલના ગ્રાહકોની ફરિયાદ અને રજૂઆતોને સમય મર્યાદામાં નિરાકરણ થાય અને પ્રજાને સ્થાનિક પ્રshnoશ્નોનો ઉકેલ વિભાગીય કચેરી કક્ષાએથી થાય તે હેતુથી રાજકોટ શહેર વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની વિભાગીય કચેરીમાં તા.૧૧ અને ૧૩ ડિસેમ્બરના રોજ “લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કાર્યપાલક ઈજનેર હાજર રહી લોકોના પ્રપ્રshnoશ્નો સાંભળી નિરાકરણ કરશે અને જરૂર જણાયે યોગ્ય કાર્યવાહી માટે સૂચના આપશે. આ કાર્યક્રમમાં નીતિ વિષયક અને કોઈપણ કોર્ટમાં પડતર હોય તેવા પ્રshnoશ્નો સિવાયના ગ્રાહકોને સ્પર્શતા પ્રshnoશ્નો જેવા કે નામ ટ્રાન્સફર વગેરે અંગે જરૂરી આધારો સાથે લેખિતમાં સંબંધીત નાયબ ઈજનેર પેટા વિભાગીય કચેરીએ લોક દરબારના ૦૮-દિવસ પહેલા પહોંચાડવાના રહેશે. લોક દરબારના દિવસે રજૂઆતકર્તાએ પોતાના પ્રshnoશ્નોની વિગતો સાથે અવશ્ય હાજર રહેવાનું રહેશે.

રાજકોટ શહેર વિભાગ-૧નો લોક દરબાર કાર્યક્રમ તા.૧૩ ડિસેમ્બરને બપોરે ૪ કલાકે, રાજકોટ શહેર-વિભાગ-૨નો લોક દરબાર કાર્યક્રમ તા.૧૩ ડિસેમ્બરને બપોરે ૪ કલાકે તેમજ રાજકોટ શહેર વિભાગ-૩નો લોક દરબાર કાર્યક્રમ તા.૧૧ ડિસેમ્બરને બપોરે ૪ કલાકે યોજાશે. તેમ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર પી.એન.વ્યાસની યાદીમાં જણાવાયું છે.

Loading...