Abtak Media Google News

ભચાઉ ખાતે નિર્દોષ જૈન સાધ્વીજી ઉપર થયેલા હુમલાને સમસ્ત રાજકોટ જૈન સમાજે વખોડયો: હુમલાખોરોને તાત્કાલીક પકડી પાડીને દાખલા‚પ કાર્યવાહી કરવાની માંગ

કચ્છ – ભચાઉ ખાતે છ કોટિ સનકવાસી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસમાં અપૂવે લાભ આપી રહેલા અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.પ્રકાશચંદ્રજી મ.સા.ના આજ્ઞાનુવર્તી સૂયે – વિજય પરિવારના પૂ.ઝરણાજી મ.સ.ના સુશિષ્યા સાધ્વી રત્ના પૂ.નમસ્કૃતિજી મહાસતિજી ગઇકાલે સાંજના સમયે ગોચરી લઈને ઉપાશ્રયે પરત ફરી રહ્યાં હતાં ત્યારે બાઈકમાં ત્રણ સવારી ઉપર આવેલા અજાણ્યા શખ્શોએ અચાનક પૂ.મહાસતિજી ઉપર ઘાતક હથીયારથી હૂમલો કરી નાસી છૂટ્યા છે.આ ઘટનાના સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.રાજકોટ સમૂહ ચાતુર્માસમાં બીરાજમાન પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સાહેબે પણ પૂ.મહાસતિજી ઉપર યેલા હૂમલાને વખોડી કાઢી જણાવ્યું કે સરકાર અને શ્રાવક – શ્રાવિકાઓતો પૂ.સાધુ – સાધ્વીજીઓના ” અમ્મા – પિયા ” એટલે માતા – પિતા સમાન છે.પૂ.સાધુ – સાધ્વીજીઓની સુરક્ષા કરવી તે દરેકની નૈતિક ફરજ અને પરમ કતેવ્ય રહેલુ છે.ગુજરાતના સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ઘટનાને ગંભીરતાી લઈ તાત્કાલિક યોગ્ય કાયેવાહી કરવાની સૂચના આપેલ છે.સમસ્ત રાજકોટ જૈન સમાજે જણાવ્યું કે પૂ.સાધુ – સાધ્વીજીઓ એ તો સમાજની મહા મૂલી અને મોંઘેરી મૂડી સમાન છે.હૂમલો કરનાર નરાધમોને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવી કડકમાં કડક સજા ાય તેવી માંગ સો જૈન સમાજે આક્રોશ વ્યકત કરેલ છે.

સમસ્ત રાજકોટ જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે આવી ઘટનાનું ભવિષ્યમાં પુનરાવતેન ન ાય તેવા પગલાં પોલીસ ડિપાટેમેન્ટ તરફી તાત્કાલિક લેવામાં આવે તે ઈચ્છનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.