Abtak Media Google News

બીએપીએસ મંદિરે સાંજે યોજાશે વિરાટ યુવા ઉદઘોષ યાત્રા

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજી લગભગ સવા બસ્સો વર્ષ પૂર્વે આ ધરા પર અવતરી સ્વામિનારાયણ સંપ્રદાયની સપના કરી. ભગવાન સ્વામિનારાયણે ૪૯ વર્ષની ઉમરે જીવનલીલા સંકેલી અંતર્ધાન થઈ અનંત મુમુક્ષુઓના આત્યંતિક કલ્યાણ માટેનો માર્ગ હંમેશને માટે ખુલ્લો રાખવા અક્ષરબ્રહ્મ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની પોતાના અનુગામી તરીકે પસંદગી કરી. આ પરંપરા આજે પણ અવિરત ચાલુ છે. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસના આધ્યાત્મિક વડા(પ્રમુખ) તેમજ લાખો ભક્તોના ગુરુદેવ છે.

તેઓશ્રીનો જન્મ મધ્યપ્રદેશમાં આવેલા જબલપુર શહેરમાં ૧૩ સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમના દિને ૧૯૩૩માં થયો હતો. આજે તા.૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ તેઓનો ૮૫મો જન્મજયંતી મહોત્સવ ભાવનગર શહેર ખાતે ઉજવાશે જેનું જીવંત પ્રસારણ live.baps.org તથા અન્ય ચેનલ પર સાંજે ૫ થી ૮ દરમ્યાન થશે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રાજકોટને આંગણે પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ૮૫મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સાંજે ૪ કલાકે વિરાટ યુવા ઉદ્દઘોષ યાત્રા નીકળશે જેમાં ૧૦૦૦ જેટલા બી.એ.પી.એસ.ના યુવાનો સમગ્ર શહેરમાં ફરી વળી રાજકોટ ખાતે ઉજવાનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવનો ઉદ્દઘોષ કરશે. આ વિરાટ યુવા ઉદ્દઘોષ યાત્રાનો આરંભ રેસકોર્ષ મેદાનેથી થશે જે સમગ્ર રાજકોટ શહેરના ૧૫ કિમી જેટલા વિસ્તારને આવરી લઈ કોટેચા ચોક થઇ મંદિરે વિરામ પામશે. મંદિરે રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન કરીએ મહંતજીમાં પ્રીત, શીખીએ સેવા કરવાની રીત થીમ હેઠળ જન્મજયંતી સમારોહ યોજાશે જેમાં વિદ્વાન સંતોના પ્રેરક પ્રવચનો અને વિડિયોશોનો લાભ મળશે. અંતમાં સૌ સંતો-ભક્તો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ૮૫મા જન્મદિને તેઓને મંત્રપુષ્પાંજલિ અર્પણ કરશે.

પ્રમુખસ્વામી મહારાજે આ સત્સંગની સમગ્ર આધ્યાત્મિક અને આપણા બધાના ગુરુ તરીકેની જવાબદારી પરમ પૂજ્ય મહંત સ્વામીને ખૂબ રાજી તા ખૂબ આશીર્વાદ આપીને સોંપી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી અનેકવાર પરમ પૂજ્ય મહંત સ્વામીનો મહિમા ખૂબ કહ્યો છે.

આજે ૧૧૦૦ જેટલી સંખ્યામાં સુશિક્ષિત સંતમાળ ઊભી થઈ છે, એનો આરંભ પૂજ્ય મહંતસ્વામી મહારાજી થયો છે. સામાન્ય રીતે એમ કહેવાતું કે આવા ભણેલા ગણેલા યુવાનો સાધુ થાય જ નહીં. પણ મહંતસ્વામી મહારાજે યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈને આ અવરોધ તોડી નાખ્યો. યોગીજી મહારાજે સતત ત્રણ વર્ષ સુધી મહંત સ્વામીને પોતાની સોને સાથે રાખીને સેવાનો ખૂબ લાભ આપ્યો હતો. એક નેતા તથા સંત તરીકે જે અનેક પ્રકારની તાલીમ અને ગુણ જરુરી છે તે  યોગીજી મહારાજે તેમને આપ્યા હતા. બધા સંતોને કાવાર્તા ભજન-ભક્તિ સેવા આ બધી સત્સંગ લક્ષી પ્રવૃત્તિની તાલીમ યોગીજી મહારાજે મહંતસ્વામી મહારાજ

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી એવા પ.પૂ.મહંત સ્વામી મહારાજની દિવ્ય અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં રાજકોટને આંગણે તા.૫ થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન ઉજવાનાર પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવમાં પધારવા સર્વે ભકતોને અનુરોધ કરવ્માં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.