Abtak Media Google News

પૂ. મહંતસ્વામી મહારાજના ૮૫માં જન્મદિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી

વિરાટ યુવા ઉદ્દઘોષ યાત્રામાં ૧૦૦૦ જેટલા યુવાનો જોડાયા

વિશ્વવંદનીય સંતવર્ય  પૂ  પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવતા પૂ મહંતસ્વામી મહારાજના ૮૫મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર  દ્વારા વિરાટ યુવા ઉદ્દઘોષ યાત્રા યોજાઈ હતી જેમાં ૧૦૦૦ જેટલા બી.એ.પી.એસ.ના યુવાનો જોડાયા હતા. આ યુવાનોએ સમગ્ર શહેરમાં ફરી વળી પૂ પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવનો ઉદ્દઘોષ કર્યો હતો. રાજકોટ મંદિરે નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ ૮૫ કેકનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો.

આ વિરાટ યુવા ઉદ્દઘોષ યાત્રાનો શુભારંભ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રી મહિલા અગ્રણી કાશ્મીરાબેન નવાણી, દર્શીતાબેન શાહ, હેલીબેન ત્રિવેદી, ભાનુબેન બાબરીયા અને અન્ય મહાનુભાવોએ કરાવ્યો હતો. રેષકોષૅથી શરુ થયેલ આયાતા શહેરના ૧૫ કિમી જેટલા વિસ્તારને આવરી લઈ કોટેચા ચોક થઇ મંદિરે વિરામ પામી હતી.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન કરીએ મહંતજીમાં પ્રીત, શીખીએ સેવા કરવાની રીત થીમ હેઠળ જન્મજયંતી સમારોહ યોજાયો હતો જેમાં હરિભક્તોએ વિદ્વાન સંતોના પ્રેરક પ્રવચનો અને વિડિયોશોનો લાભ પ્રાપ્ત કર્યો હતો.જે અંતર્ગત પૂ. ધર્મવલ્લભ સ્વામીએ સંપી સેવા કરીએ, પૂહરિસ્વરૂપ સ્વામીએ દાસભાવી સેવા કરીએ વિષયક પ્રેરક પ્રવચનનો લાભ આપ્યો હતો.પૂ અપૂર્વમુનિ સ્વામીએ ભક્તિભાવી અને ભગવાનની સ્મૃતિએ સહિત સેવાનો મહિમા  જણાવ્યુ હતુ.

સાથો-સાથ ઉપસ્થિતિ હરિભક્તોએ  પૂ  મહંતસ્વામી મહારાજના વિડીયોનો  લાભ પ્રાપ્ત કર્યો હતો. સમારોહને અંતેઉપસ્થિત સૌ સંતો-ભક્તોએ પૂ મહંતસ્વામી મહારાજના ૮૫મા જન્મદિને તેઓને મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.