Abtak Media Google News

સ્ટાફમાં પિયુન, શિક્ષકો, બસ ડ્રાઈવરો સહિતને ન્યુમેરિકલ, ર્વબલ અને પર્સનાલિટી ટેસ્ટ અનિવાર્ય

શિક્ષકોનું કડક વલણ અને બેફામ મરાતા મારને લઈ વિદ્યાર્થીઓને માનસિક તણાવ આવે આવે છે. ગત અમુક દિવસોમાં જ એક સ્કુલમાં શિક્ષિકાએ એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. તો ભોપાલમાં એક સ્કુમલાં ‘રેયાન’ નામના બાળકની હત્યા કરવામાં આવી હત. બાળકો ભારતનું ભાવિ છે માટે તેમની સુરી અગત્યની છે. ગુ‚ગ્રામની સીબીએસઈ ઈન્ટરનેશનલ સ્કુલએ બુધવારના રોજ સ્કુલોના વિદ્યાર્થીઓની સુરક્ષા અને શ્રેષ્ઠ શિક્ષણના પગલે જાહેર કર્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ સેક્ધડરી એજ્યુકેશનમાં સહકારી શિક્ષકો નોકરીયાત બસ ડ્રાઈવર સહિત સફાઈ કર્મચારીઓ તેમજ પૂરેપુરા સ્ટાફની નિયુક્તિ માટે સાયકોમેટ્રીક ટેસ્ટ ફરજિયાત બનાવવો જેનાથી સંકુલ તેમજ બાળકોની સુરા બાબતે તેમના માતા-પિતા ચિંતીત ન રહે. એક વિદ્યાર્થી શિક્ષણ મેળવવા શાલાએ આવે છે તો ત્યાં તેને સ્કુલના પરિસરમાં માફક અને સેફ વાતાવરણ મેળવવાનો મુળભુત અધિકાર છે અને જેની પુરેપુરી જવાબદારી સ્કુલની છે, કે કોઈ બાળક માનસિક કે પછી શારીરિક રીતે શોષિત તો થતું નથી ને ? આ સાયકોમેટ્રીક ટેસ્યનો નિર્ણય યોગ્ય નિવારણ છે. જેનાથી રેયાન સાથે થયું તેવું અન્ય કોઈ સાથે બને નહીં.

ડેપ્યુટી સેક્રેટરી જયપ્રકાશ ચતુર્વેદીએ સુચવ્યું હતું કે, શિક્ષકો તેમજ સ્કુલના તમામ સ્ટાફમાં નિયમો અને કાયદાઓની અધ્યયન કરવામાં આવે. આ પ્રકારની સજાઓ અને માનસિક ત્રાસ આપવો શિક્ષકોનો અધિકાર નથી જેના મુદ્દે તત્કાલ પગલા લેવામાં આવે. ‘એચઆરહી મિનીસ્ટ્રીએ બાળકોની સુરક્ષા અને અધિકારોને લને વિદ્યાલયો માટે મુદ્દા બનાવ્યા હતા. જેનું સમયસર પાલન કરવું જોઈએ અને અન્ય વિદ્યાલયોની તો સૂચના આપી નથી પરંતુ સીબીએસઈ બોર્ડમાં આ આદેશ ફરજીયાત કરવામાં આવ્યો ચે. આ સાયકોમેટ્રીક ટેસ્ટમાં સ્ટાફના તમામ સભ્યોનું ન્યુમેરિકલ ટેસ્ટ, વર્બલ ટેસ્ટ તેમની સહનશક્તિ તેમજ આક્રમકતા ઘટાડવા માટેની તાલિમ આપવામાં આવો. ત્યારબાદ તેમની નિયુક્તિ કરવામાં આવશે. કારણ કે બાળકો દેશનું ભાવિ છે. માટે તેમનું રક્ષણ દેશનું રક્ષણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.