Abtak Media Google News

પરિક્ષાને ઉચાટ નહિ, ઉત્સવ સમજો

પરીક્ષા પહેલાના અંતિમ માસમાં ઊંઘ,આહાર પુરૂષાર્થ અને ભાગ્યના આધારે સફળતા

પરીક્ષા એટલે વિકાસ ગતિ અને પરિવર્તનનું પ્રતિક પરીક્ષા શબ્દથી કોઇપણને ડર લાગે છે. એ નિર્વિવાદ બાબત છે. એમાં ય તે શૈક્ષણિક પરીક્ષા વિઘાર્થીઓની ઊંઘ હરામ કરી દે છે. જેથી વિઘાર્થી માનસિક તાણ અનુભવે છે. તેથી તેના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. આ પરીક્ષા એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પરીક્ષાને આજથી શરુ કરીને મહિના એટલે કે ૭મી માર્ચ સુધીમાં ૩૦ દિવસમાં જ બાકી છે. ત્યારે પરીક્ષા આપનાર સૌ વિઘાર્થીઓ વાલીએ સર્વેના મનમાં જીવન ઘડતરના પાયારુપ આ બને બોર્ડની પરીક્ષા પહેલા મહીનામાં કેટકેટલાય મુંજવણ રુપ પ્રશ્નો ઉદભવે છે. જે વિઘાર્થી અને વાલી માટે કોયડા રુપ છે. જેનો ઉકેલ મનોવૈજ્ઞાનિક પઘ્ધતિથી લાવવો રહ્યો.

પહેલું સુખ તે જાતે નર્યા

આ એક પરીક્ષા પહેલાના મહિના દરમિયાન વિઘાર્થી જો આરોગ્ય અંગેની નાનામી નાની બાબતને કાળજીથી લેવી જોઇ. તીખા તળેલા, બહારના ખોરાક ન લેવા જાહેર સમારંભ કે જાહેર પ્રસંગોમાં ખોરાક ઉપર સંયમ જાળવવો, સાદો અને હલકો ખોરાક લેવો. એક સાથે ન જમતા થોડું થોડું જમવું. તેમજ પીવાનું પાણી પણ ઉકાળીને પીવું આ સમય દરમિયાન નાની એવી બીમારી પણ આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દેશે.

ઊંઘ અને આચરણ

ઊંઘ અને આચરણ આ એક માસ દરમિયાન પરીક્ષાર્થી માટે અતિ ઘ્યાન આપવા જેવી બાબત છે.ઘણા વિઘાર્થીઓ ઉજાગરા કરતા હોય છે. તે તદન ખોટી રીત છે. સામાન્ય રીતે પરીક્ષાના આ છેલ્લા મહિના દરમિયાન વિઘાર્થીએ રાત્રીની ઓછામાં ઓછી છ કલાક ઊંઘ અવશ્ય પણ લેવી જોઇએ. જો વધારે પડતા ઉજાગરા થશે તો તેની અસર આરોગ્ય ઉપર પડશે.

વાંચન અને લેખન

બોર્ડની પરીક્ષાની તૈયારી દરમિયાન આ અંતિમ મહીનામાં કયારે વાંચવું? કઇ રીતે વાંચવું? કેટલું વાંચવું? પ્રશ્ન દરેક વિઘાર્થી માટે વિચાર માંડી લેતો કોયડો છે.

આના જવાબમાં એમ કહી શકાય કે આ અંતિમ મહિનાની તૈયારી દરમિયાન પહેકાથી વાંચતા હોય તે સમય શાળા દરમિયાન વાંચવું જોઇ. સામાન્યતા: હવે બેઠા બેઠા વાંચવું કે સુતા સુતા વાંચવું તે રીતમાં ફેરફાર ન કરવો. વહેલા જાગીને વાંચવાની આદત સારી છે.

અભ્યાસમાં શું વાંચવું ? એના કરતાં વર્ષ દરમિયાન કયા મટીરીયલ્સની તૈયારી કરી છે. તે અતિ અગત્યની બાબત છે. તેમને જે મટીરીયલ્સ ભાષા સરળ અને અનુકુળ આવી ગઇ હોય તેના પર ભાર આપવો. નાના જવાબો વાંચીને તેમજ ટુંક નોંધ કે વિસ્તારથી ઉતરો આપવાના પ્રશ્નોમાં અન્યના મુદાઓ લખીને પાક કરવા વધારે હિતાવહ છે. તેમજ નકશા પ્રયોગો પ્રકૃતિઓ ની દરરો પ્રેકટીસ કરવી.

તેમને અઘરા લગતા વિષયના પેપરો પાંચ લખવા જોઇએ.

આ સાથે વાલીઓએ પણ પોતાના બાળક પાસે અતિ મહત્વકાંક્ષા ન રાખતા તેની લાયકાત મુજબ અપેક્ષા રાખો બીજા બાળક સાથે વારંવાર તુલના ન કરો. વાંચન દરમિયાન રાત્રે શકય હોય ત્યાં સુધી વાલીઓએ સાથ આપવો.

વિઘાર્થીની જિંદગીના આ અતિ કઠીન એવા એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના કપરા વર્ષના અંતિમ માસમાં ગુરુજનો માતા-પિતા અને મા સરસ્વતિની દયા સાથે પુરુષાર્થનું સરવૈયું સફળતા અપાવે જ છે જેથી દરેક વિઘાર્થીઓએ પરીક્ષા પહેલાના આ અંતિમ ઊંઘ, આહાર, પુરુષાર્થ અને ભાગ્યના આધારે જ સફળતા મેળવવાની હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.