કોરોનાકાળમાં લોકોનું મનોબળ મકકમ બનાવતું મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને આસીસ્ટન્ટ પ્રો. ડો. ધારા દોશી સાથે ‘અબતક ચાય પે ચર્ચા’

૭૦,૦૦૦ લોકોને માનસિક સ્વસ્થતા આપવા પ્રયત્નો કરાયા

કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવીત થયું છે. આપણા દેશની સ્થિતિ તો વધુ વિકટ થઈ કારણ કે વસ્તી વિસ્ફોટ સાથે બીમારીની ગંભીરતા અને કાયદા પાલનનું અભાવ હતો માટે આ વિકરાળ મહામારીને શારીરિક રોગની સાથે માનસિક આક્રમણ પણ કર્યું. માણસો માનસીક રીતે પડી ભાંગ્યા, લોકડાઉન, કવોરન્ટાઈન જેવા શબ્દ કયારેય સાંભળ્યા ન હતા તેવા શબ્દ સાથે લોકો પડી ભાંગ્યા હતા. તા.૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને સમગ્ર ટીમ સાથે રોજકોટ કચેરી ખાતે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રની શરૂઆત થઈ જેમાં ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગશણ, અધ્યાપક ડો.ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, ડો.હશમુખ ચાવડા અને વિદ્યાર્થીઓ, તોફીક જાદવ, પ્રિયંકા ગેરેયા અને બીજા ૧૭ જેટલા વિદ્યાર્થીઓ લોકોના માનસીક સ્વાસ્થ્યના જાળવવા મદદરૂપ થવા તૈયાર થયા અને મનોવિજ્ઞાન સલાહ કેન્દ્રની શરૂઆત થઈ જેમાં આશરે રાજકોટ જિલ્લાના જ નહીં પરંતુ અનેક જગ્યાના ૭૦ હજારથી વધુ લોકોના માનસીક સ્વાસ્થયની મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર દ્વારા ચિંતા કરી સમાધાન આપવામાં આવ્યું ત્યારે ‘અબતક’ના વિશેષ શો ચાય પે ચર્ચામાં મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગશણ અને આસી. પ્રો.ડો.ધારા દોશીએ કોરોનાના પરિસ્થિતિમાં લોકોના માનસીક જીવનની વાતો કરી અને પોતાના અનુભવો શેયર કર્યા હતા.

પ્રશ્ર્ન: કયા ઉદેશથી મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

જવાબ: મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર શરૂ કરવાનો મુખ્ય હેતુ માત્ર એજ છે કે આ મહામારીના કારણે જે લોકો મુસીબતમાં આવી રહ્યા છે. ટ્રેસમાં આવી રહ્યા છે,. ડિપ્રેસનનો ભોગ બની રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં લોકોનો કેવી રીતે મદદ કરી શકીયે ને આ દેશ પરને દુનિયામાં જે મહામારી ને પરિસ્થિતિ આવી પડી છે. તો સલાહ આપી શકાય એ હેતુથી મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અમે આ મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર શરૂ કર્યું એ પહેલા ૨૫ માર્ચ કલેકટર કચેરીથી શરૂ કર્યું ને ૨૭ માર્ચ એ બોટાદ કચેરીથી શરૂ કરવામાં આવ્યું અને ૯ એપ્રીલ કુલપતિના કહેવા અનુસાર મનોવિજ્ઞાન ભવને શરૂ કરવામાં આવ્યું અને આ મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર શરૂ કરવાનું એક માત્ર હેતુ કે લોકોને સલાહ આપી શકાય ને માનસીક રીતે સાથ આપી શકાય.

પ્રશ્ર્ન: આ સમયગાળા દરમ્યાન આપને કેટલા ફોન આવતા ને તમારે ત્યાંથી કેટલા કોલ કરવામાં આવતા

જવાબ: એ આંકડો કહેવો તો સહેલો નથી કારણ કે અમે કલેકટર કચેરી રાજકોટ સાથે જોડાયેલા હતા. કલેકટર કચેરી બોટાદ સાથે જોડાયેલા હતા અને અમે ઘણી સંસ્થા સાથે જોડાયેલા હતા અમે આ બધા સાથે જોડાયેલા હતા એની અંતર અમે જોઈએ તો ઓછામાં ઓછા ૨૦,૦૦૦ કોલ અમે કરેલા છે ને ૮,૦૦૦ જેવા કોલ અમને આવેલા હતા. ને બોટાદની કચેરીથી ૩૫,૦૦૦ કોલ અમરી ટીમે કરેલા હતા ને ૫૦૦૦ જેવા સામેથી આવેલા હતા. મનોવિજ્ઞાન ભવનની અંદર અમે જે ચાલુ કર્યું ને જે ટાર્ગેટ હતા એ અમારા વિદ્યાર્થી હતા કે અમારા વિદ્યાર્થી બિમાર ન પડે માનસીક રીતે ભાંગી ન પડે એટલે અમે સામેથી એને કોન્ટેક કરેલો ને માનસિક અભ્યાસ આપલે આમ આંકડા ઉપર જઈએ તો આ લોકડાઉન વખતે ૫૦,૦૦૦ જેટલા લોકોને મનોવિજ્ઞાન સલાહ કેન્દ્રને બીજા ભવનો દ્વારા લોકોનો સંપર્ક કરવામાં આવેલ ને સામેથી ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ લોકોએ સંપર્ક કરેલો લગભગ ૬૦ થી ૭૦ હજાર લોકોને અમે મનોવિજ્ઞાનીક સલાહ આપેલી.

પ્રશ્ર્ન: કયા કયા વયના લોકોને બાળકોથી લઈ મોટી ઉમરના લોકોનો ફોન આવતો.

જવાબ: આમ જોવા જઈએ તો નાના બાળકોના કોલ તો ન આવતા પણ તેની માતાઓનાં કોલ આવતા કે મારૂ બાળક છે એ સુનમુન થઈ ગયું છે. પહેલાની જેમ હસતુ રમતુ નથી, તેને ગમતુ નથી તે જીદદી થઈ ગયું છે. બાળક સ્કુલે જવાની જીદ કરે છે. આવા અઢળક પ્રકારના ફોન આવતા બાળકો પાસે આ વખતે ફોન હતા ૧૯-૨૦માં હવે આજ તફાવત હતો કે ૨૦૧૯મરાં માતા પીતા કહેતા કે મોબાઈલ મુક મુકને ભણવા બેસને ૨૦૨૦માં હવે એવું છે કે મોબાઈલ લે ને ભણવા બેસ, એક સમય હતો કે બાળકો માટે મોબાઈલ એ મનોરંજનનું સાધન હતુ ને હવે ભણવાનું થયું એટલે બાળકો સ્ટ્રેસમાં આવી ગયા હતા. એટલે માતાઓનાં ફોન આવતા, ખાસ તરૂણીયોનો ફોન આવતો કે ભાઈ જયારે બહાર કોઈ દુધ લેવા કે બાર જાય તો માતા પિતા તેને માસ્ક પહેરાવતા ને સેનેટાઈઝ કરશે ને હું જયારે બહાર જાવ ત્યારે કે ચુનડદી પહેરીને જાય તો આ ભેદભાવ થાય એવા ફોન આવતા ગૃહિણીના ફોન આવેલા જેમા બે પ્રકાર હતા અમૂક એવા હતા. જે પોતાના રૂટીન પ્રોબ્લેમના હતા ને અમૂક જે પોતાના ઘરેલુ હિંસાના કારણે હતા. એક એવો ફોન હતો કે મારા દિકરાની વહુ કહેતી કે આ કોરોના બુઢીયાઓના કારણે જ થાય છે. જે મારા દિકરીનો દિકરો જે મારા વગર રહી નથી શકતો ત્યારે તેને મારી પાસે નથી આવવા દેતા તો આ કોરોનાની બિમારીના લીધે અમને દાદા પૌત્ર ને જુદા કર્યા હતા તેમ કહીને તે પોક મૂકીને રોયા હતા.

પ્રશ્ર્ન: આ બધી સમસ્યાઓનાં ઉકેલ કઈ રીતે લાવતા

જવાબ: સલાહનું સૌ પ્રથમ સોપાન છે કે પહેલાતો કોઈ પણ વ્યકિતની તમારે શાંતીથી વાત સાંભળવી કારણ કે ઘણા લોકો પાસે એવી કોઈ વ્યકિત નથી હોતી કે પોતાનું મનખોલીને તે વાત કરી શકે એટલે અમારી પાસે જેમનો કોલ આવે તો અમે તેમની જે સમસ્યા હોય જે આક્રમકતા હોય, ગુસ્સો હોય તેને પહેલા અમે શાંતિથી સાંભળી આપણે ભારત દેશ છે એ ધર્મ પ્રદાન દેશ છે. વૃધ્ધો ધર્મ સાથે સંકળાયેલા હોય છે. તો કોઈને મંદિરની સમસ્યા હોય તો તેમને ભગવાનને યાદ કરી આ મહામારીનો ઉકેલ નિકળે તેવી પ્રાર્થના કરવાનો ઉકેલ આપીએ જયારે સ્ત્રીઓ ફાને કરે તો સ્ત્રી એક શકિત છે. એ ધારે તો આખા પરિવારને એક સાથે બાંધીને રાખે છે.એને પૂરૂષોનો ફોન આવતો ત્યારે વ્યસન માટે ફોન કોલ આવેલા ત્યારે કહેવાની ખૂબીની વાત એ છેકે અમે આ કાઉન્સીલીંગ દરમ્યાન અમે વ્યસન પણ છોડાવેલું છે.

પ્રશ્ર્ન: માનસીક સ્થિતિની વાત કરીએ તો કેવી રીતે રહેતી આ લોકડાઉન સમયમાં બધાની માનસીક પરિસ્થિતિ

જવાબ: શરૂઆતના જે દિવસો હતા એમા કોઈ વાંધો નતો કારણ કે ઘણા લોકો સતત જે કાર્યરત રહેતાતો એમાં તેમને એમ થતુ કે હાશ હવે થોડા દિવસ શાંતિનો આરામ કરશુ પણ જેમ જેમ દિવસો વધતા ગયા, અંગત લોકો સાથે રહેવનો સમય આવ્યો ત્યારે એમ થતુ કે જેમ માનીયે એટલું સહેલુ નથી જે વ્યકિત આખો દિવસ ઘરની બહાર રહેતો હવે તે ઘરમાં જ રહે છે. તો કયાંક કયાંક પ્રાઈવસી જોખમાતી હતી.

પ્રશ્ર્ન: લોકડાઉન લંબાતા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતા ઓછી થઇ કે વધી?

જવાબ: શરૂઆતમાંતો કોઈ વાંધો નતો કારણ કે શરૂઆતના ૨૧ દિવસ જે લોકડાઉન હતા ત્યારે તો ચાલ્યું ગયું પણ જયારે ફરિવાર લોકડાઉન લંબાવાની વાત ટીવીને છાપા દ્વારા આપવામાં આવી ત્યાર લોકોની માનસીક સ્થિતિમાં ફેરફાર થયો. મને કહેતા થાય છે કે એવું સાંભળતા કે આ ૨૧ દિવસ પછી જો લોકડાઉન લંબાશે તો અમે શુ ખાસુ ને શું પીશુ… મને એવો પણ એક કોલ આવેલો કે જો આ લોકડાઉન લંબાશે તો હું મારા પરિવાર સાથે આત્મહત્યા કરીશ કારણ અમે ખાસુ શું ને પીશું શું અમે અમારૂ જીવન ટુંકાવશું આવી માનસીક પરિસ્થિતિ સર્જાતી હતી. એટલે લોકડાઉન લંબાણા એની સમસ્યા વધી હતી ને ત્રીજા લોકડાઉનની જયારે વાત આવી ત્યારે અમારી આ સમસ્યાનો દોર ખૂબ વધી ગયો હતો. જે ને જયારે મજૂરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા ત્યારે અમારે ત્યાં રોજ ૨૦૦ થી ૨૫૦ મજૂરો કાઉન્સીંલીંગમાં રોજ આવતા હતા.

પ્રશ્ર્ન: કાઉનસીલીંગની સમય મર્યાદા વધારવી જોઈએ હાલની પરિસ્થિતિને જોતા

જવાબ: મને એવું લાગે છે કે લોકડાઉન આવે કે ન આવે મહામારી હોય કે ના હોય મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર તોચાલુ રાખવું જ જોઈએ જે દરેક જીલ્લામાં ચાલુ કરવું જ જોઈએ, આમ જોવો તો મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર રાજકોટમાં કલેકટર કચેરીયે જ હતુ ને પછી બોટાદ શરૂ કરાયું હતુ આપણા આટલા બધા જિલ્લાઓ છે તો વધારે સંખ્યા વધારવી જોઈએ

એવી આપણે સરકારશ્રીને માંગણી કરવી જોઈએ. જેથી કરીને કોઈ અઘટીત ઘટનાના થાય એટલે સંખ્યા વધવી જોઈએ ને લોકોને માનસીક રીતે મદદરૂપ થાય.

પ્રશ્ર્ન: આસ્થિતિમાં મહિલાઓ માટે કેવા પ્રકારનાં કાઉન્સીલીંગ કરવામા આવે

જવાબ: સ્ત્રીઓમાં છે એ ઉતર આઘાત તણાવ વિકૃતી કહેવામાં આવે છે. જે સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળે છે. જેમાં તેમનો પિરીયડનો સમય છે તેમાં વધારે પ્રોબ્લેમ જોવા મળે છે. જેમકે એક સ્ટુડન્ટનો ફોન આવેલ કે મને જે પીરીયડસની જે તારીખ છે તેમાં ફેરફાર થાય છે. ને જેનાં કારણે મારા કુટુબીજનો છે. એમારા પર ઘણી શંકા કરે છે. તો ત્યારે છોકરીતો ઠીક છે. પણ મુખ્ય કાઉન્સીલીંગ કરવાની જરૂર અમારે એમના કુટુંબની કરવી પડી કે જે સ્ત્રીઓની સાઈકલ જે છે એ માત્રને માત્ર ફીઝીકલ નથી હોતી એની ઉપર માનસીક ઘડી બધી અસર પડે છે.

પ્રશ્ર્ન: પૂરૂષોને આ કાઉનસીલીંગ બાદ કેવી સમસ્યાઓ જોવા મળી છે

જવાબ: પુરૂષોમાં ખાસ વ્યસનની વાતકરીએ તેમનેકાઉન્સીલીંગ કર્તા ત્યારે તે કહેતા કે તમે તો બહાર જઈ શકો છો તમારે તો ઓળખાણ હોય તો અમને આ વસ્તુની વ્યવસ્થા કરી દયો ને આ વસ્તુ લઈ દયો કેશો એટલા રૂપીયા આપશું સૌથી મોટી સમસ્યા છે એ આ લોકડાઉન દરમ્યાન વ્યસનની હતી. પુરૂષ એક સામાજીક પ્રાણી છે તે એકની એક જગ્યાએ સ્થિરતાથી નથી રહી શકતો, સ્ત્રીને એકની એક જગ્યાએ રહી શકે પણ પુરૂષને એકની એક જગ્યાએ બાંધવો એ અશકય છે. પુરૂષ માટે ઘરમાં પૂરાઈ રહેવું એ મોટામાં મોટી સમસ્યા છે. એ દરેક બાબતની અંદર ચંચુપાત કરવા લાગે એકવાર એક પુરૂષનો મને મેસેજ હતો લોકડાઉન દરમ્યાન મારી પત્નિ એવું ટકટક કરે છે. કે હું તેને કોઈ કામ કરવાની મદદ કરૂ તો તેને એવું લાગે છે કે મને ઓબઝર્વર કરે છે. હું તેના પર નિરીક્ષણ કરૂ છું હું તેના પર શંકા કરૂ છું તેવું તેને લાગે છે. તમે તેને સમજાવોતો જયારે મે તેમના પત્નિ સાથે વાત કરીતો કહે કે કયાં શું કરશો કોને ફોન કરશો શું કામ કરશો તો આ બધી વસ્તુથી મને કંટાળો આવે છે તો આવી રીતે પુરૂષની સમસ્યા છે.

પ્રશ્ર્ન: આ સમયગાળા દરમ્યાન કોઈ શિક્ષણને લઈને કોઈ કાઉન્સીલીંગ કે પ્રશ્ર્ન તમારે આવ્યો હોય

જવાબ: પહેલા એવું કહેવાતું કે પરિક્ષા પોસપોન્ડ થાય છે પછી પરીક્ષા રદ થાય છે ને પછી માસ પ્રમોશન લેવાશે ને પછી કહેવાતું કે પરીક્ષા ફરીવાર લેવાશે પછી જયા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવામાં નેટવર્ક પ્રોબ્લેમ થતા તો તેઓ એવું વિચારતા કે હવે અમારા માર્કસ ઓછા થશે. હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય થશે એટલે ભવન તરફથી એક એવું રિસર્ચ કરવામાં આવ્યું હતુ કે જયારે માસ પ્રમોશનની વાત થઈ ત્યારે હોશિયાર વિદ્યાર્થી કહેતા કે પરિક્ષા જ લ્યો કારણ કે માસ પ્રમોશનના લીધે સાચુ મૂલ્યાંકન નહી થાય તો ભણતર, પરિક્ષા, ઓનલાઈન કલાસના મુદે ઘણા પ્રશ્ર્નો ઉભા થતા.

પ્રશ્ર્ન: ડિપ્રેશન અને ટ્રેસ વચ્ચે એક પાતળી દોરી જેવી લાઈન છે તો તેના વિશે કેસો

જવાબ: ટ્રેસ અંગે કહેવાય જે વર્તમાન પરિસ્થિતિની અંદર આવે છે ને ડિપ્રેશન એટલે જે લાંબા ગાળે આવે છે.

Loading...