Abtak Media Google News

સંસ્થાની સેવા પ્રવૃતિમાં દાતાઓને સહયોગ આપવા અપીલ

માનવ કલ્યાણ મંડળનાં ગોવિંદભાઇ વરમોરા, મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ, સૌલેશભાઇ ગોવાણિ, નાથાભાઇ કાલરિયા, નિલેશભાઇ જોબનપુત્રા, પારૂલબેન જોબનપુત્રા, વિભાબેન મેરજા અને તેમની ટીમ દ્વારા નિસુલ્ક સર્વ સમાજ માટે હાલ કરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી તમામ લારી ગલ્લા હોટલ બંધ છે. અને લોકો ધરમા છે. ત્યારે રાજકોટ થી વતન તરફ ચાલીને જતા ભુખ્યા તરસ્યા શ્રમિક કે જેઓ રોજનું કમાઇને રોજ ખાય છે. તેવા અતી ગરીબ લોકોને માનવ કલ્યાણ મંડળ સંસ્થાનાં સ્વયંસેવકોએ પોતાની જાતની પણ  કોરોના વાયરસના ઇન્ફેકશનની ચીંતા કર્યા વગર આવા જરુરીયાતમંદ મજુરોને રાજકોટ અને અમદાવાદ હાઇવે રોડ પર ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. અને તેઓ એક સાથે ભેગા ચાલતા હોવાથી તેમને સોસીયલ ડીસ્ટન્સ અંગે ગંભીરતાથી સમજાવવામાં આવે છે.  માનવ કલ્યાણ મંડળ દ્વારા સેનેટાઈઝર થી હાથ ધોવડાવી માસ્ક પણ આપવામાં આવે છે. આ દુ:ખી લોકોને  સાંત્વના આપવામાં આવે છે.

Img 20200328 Wa0033

સંસ્થા દ્વારા દરરોજ ફુડપેકેટ બનાવી આ રેડી ફુડપેકેટ રોડ પર જતા મજદુરોને આપવામાં આવે છે. આ કપરી પરિસ્થિતિમા માનવતાના આ સેવાકાર્ય મા જોડાઇ સહયોગ આપવા સંસ્થાએ અપીલ કરી છે. કે ભુખ્યાઓને રોજ જમાડવા અને ફુડ પેકેટ બનાવવા માટે કાચા માલનો સ્ટોક પુરો થઈ ગયો હોય જેથી આ સેવા માટે દાન આપવા માટે માનવ કલ્યાણ મંડળમાં મુકેશભાઈ મેરજાનો તાત્કાલિક સંપર્ક કરે સાથે અમુક લોકો વ્યક્તિગત પોતાના ધેરથી ચા-પાણી લઇ ફ્રીમાં પીવડાવે છે. આવા લોકોને સંસ્થા ધન્યવાદ આપી બીરદાવે છે.

સાચી માનવ સેવામા દાન પેઠે રાશન-રોકડ રકમ કે અન્ય બીજો સહયોગ, માસ્ક, સેનેટાઈઝર, કપુર જેવુ કાઇ આપવા માગતા સજ્જનો તુરંત જ સંસ્થાનો સંપર્ક કરે જેથી સ્વયંસેવક રૂબરૂ આવીને લઇ જશે. આ માટે માનવ કલ્યાણ મંડળ, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનીવર્સીટી રોડ રાજકોટ, મુકેશભાઈ મેરજા, ચેરમેન, મો.નં.- ૯૪૨૬૭ ૩૭૨૭૩નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.