Abtak Media Google News

વિશ્ર્વ વિઘાલય અનુદાન આયોગ સ્થાને હાયર એજયુકેશન, કમિશન ઓફ ઇન્ડિયા- નો ડ્રાફટ-૧ જાહેર કરવામાં આવ્યો છે. તે જોતાં એક કરતા વધારે રેગ્યુલરીટી બોડીના સ્થાને સંકલિત અને એકત્રિત કેન્દ્રીત વ્યવસ્થા નિષ્પન્ન કરવા માટેનો કેન્દ્ર સરકારે પ્રયત્ન કર્યો છે. વળી આ કમિશનના સભ્યોમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલય તથા સ્કીલ ડેવલોપમેન્ટના સચિવની સાથો સાથ એ.આઇ.સી.ટી. અને એન.સી.ટી.ઇ. ના ચેરમેનનો પણ સભ્ય તરીકે સમાવેશ થાય છે તેથી બહુવિધ વ્યવસ્થાઓના સ્થાને એક વ્યવસ્થા લાવવાનો હેતુ મુખ્ય છે.

યુનિવસિટી ગ્રાન્ટ કમિશન ચેરમેનની તાજેતરમાં પસંદગી સમીતીના સભ્ય રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરાએ હાયર એજયુકેશન કમિશન ઓફ ઇન્ડીયા ના જાહેર થયેલ ડ્રાફટના અનુસંધાને આ મુજબ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે આ કમિશનનો .ડ્રાફટ  જાહેર કર્યો છે. અને દેશભરમાંથી સુચનો તેમજ સુધારાઓ સુચવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. ગઇકાલથી આ પ્રક્રિયાની શરુઆત થઇ ચૂકી છે. અને વિવિધ રાજયો તેમજ અન્ય વ્યવસ્થાઓ આ સંદર્ભમાં સુચનો કરશે. અલબત ઇન્સ્ટીટયુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે આઇ.આઇ.એમ. આઇ.આઇ.ટી. તેમજ અન્ય રાષ્ટ્રીય મહતા પ્રાપ્ત સંસ્થાઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે. પરંતુ ઉચ્ચ શિક્ષણ સંશોધન વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.