સોમનાથમાં કોવિડ-૧૯ની વધુ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવો: અફઝલ પંજા

જિલ્લાની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને તમામ સુવિધાઓ ઝડપથી મળે તેવી માંગ

સોમનાથમાં કોરોના સંક્રમણના પગલે કોવિડ-૧૯ની વધુ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની હેલ્પ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અફઝલ પંજાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

ગીર-સીમનાથ જીલ્લા પ્રશાસન એ વહેલી તકે અસરકારક પગલાં લઈને આ મહામારી ને કાબુ કરવાની તત્કાલ જરૂર છે નહિતર આ મહામારી ખૂબ મોટા પ્રમાણમા લોકોના જીવ લેશે અને આરોગ્ય વિભાગે તેની સેવામાં વધારો કરવો જોઈએ લોકોને પડતી મુશ્કેલી ને દૂર કરવી જોઈએ વગેરે જેવી રજૂઆત હેલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અફઝલ પંજા એ કરી છે. જીલ્લાની સરકારી હોસ્પિટલમાં કોવિડ-૧૯ ટેસ્ટની લેબ વેરાવળ ખાતે જ ઉભી કરવી જેથી રિપોર્ટ વહેલી તકે આવે અને દર્દીનું નિદાન ઝડપથી થાય તેમજ બિપેપ અને વેન્ટીલેટર મશીનની સંખ્યા મા વધારો કરવાની જરૂર છે અને ખાસ ડિગ્રી ધારક અને અનુભવી એમ.ડી.ડોકટરની ૨૪ કલાક માટેની એક ટીમ રાખવામાં આવે જેથી લોકોનું સ્વાસ્થ સચવાય તેમજ કોવિડ ની દવા માટેનું પૂરતું સ્ટોક રાખવામાં આવે જેથી લોકોને થતી હાલાકી અને ડર દૂર થાયઅને ખાસ  વેરાવળ શહેર મા સામાજીક સંસ્થા  ઓ અને સાર્વજનિક દવાખાના ના સાથ સહકાર સાથે વોર્ડ પ્રમાણે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવે જેથી લોકોને રાહત થાય અને જીલ્લાના અનુભવી અને હોશિયાર એમ.ડી જે પ્રાઇવેટ દવાખાના ચલાવી રહયા છે તેમને ફરજિયાત ગુજરાત સરકાર દ્વારા સરકારી દવાખાના અને કોવિડ-૧૯ સેન્ટર મા પોતાની સેવા ફરજિયાત આપવી જોઈએ. આ સાથે લોકકલ્યાણ સાથે જોડાયેલ સંસ્થાના પ્રમુખ અફઝલ પંજા દ્વારા માંગ કરવામાં આવી છે  કે જો આ મહામારી માટે ઉપર  સૂચનોને ગંભીર લેવામાં નહિ આવે તો લોકોના જીવ વધુ જોખમમાં મૂકાશે સાથે આ રજૂઆત આરોગ્ય મંત્રી કાનાણી તેમજ જીલ્લામાં કલેકટર અને ડેપ્યુટી કલેકટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

Loading...