તમામ યુઝર્સને પેમેન્ટ સેવાની સુવિધાનો લાભ આપવા માટે WhatsAppએ RBIને પત્ર લખી અનુમતિ માંગી

59

વોટ્સએપ દ્વારા ભારતીય યુઝર્સ માટે પેમેન્ટ સેવાની શરૂઆત કરી છે તે માટેની ઔપચારિક અનુમતિ માટે ભારતીય રિઝર્વ બેંકને પત્ર લખ્યો છે. દેશમાં વોટ્સએપના કુલ 20 કરોડ યુઝર્સ છે.વોટ્સએપે પોતાના પ્લેટફોર્મની મદદથી ખોટા સમાચારો અને મેસેજ ફેલાવવાની ઘટનાનોને લઈને સરકારની કડક નિંદાનો સામનો કરવો પડ્યો છે.

મેસેજિંગ એપે લગભગ દસ લાખ યુઝર્સની સાથે પેમેન્ટ સેવાની ટેસ્ટિંગ શરૂ કરી હતી. જો કે કેટલાંક મહિનાઓ વીતી ગયા છતાં પણ આ સેવા શરૂ કરવા માટે તેમને નિયામક પાસેથી મંજૂરી નથી મળી. લોકપ્રિય એપ લગભગ બે વર્ષથી પેમેન્ટ સુવિધાની પોતાની યોજનાને લઈને સરકારના સંપર્કમાં છે.તો તેમની હરીફ કંપની ગૂગલે પોતાની પેમેન્ટ સેવાનો ઘણો જ વિસ્તાર કર્યો છે. વોટ્સએપ વર્તમાનમાં પ્રાયોગિક આધારે પેમેન્ટ સેવાઓનું સંચાલન કરી રહ્યું છે.

Loading...