Abtak Media Google News

રિલાયન્સના કર્મચારીઓએ પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સનો સદ્પયોગ કર્યો

સ્વચ્છતા હી સેવાનો સંદેશ ફેલાવવા રિસાયકલીંગ માટે ૭૮ ટન પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સનું રેકોર્ડ કલેકશન થયું

એક પ્રકારનાં કલેક્શન અભિયાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ની દાન કરતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને શુક્રવારે જાહેરાત કરી હતી કે, આ રિસાઇકલ૪લાઇફ અભિયાન દ્વારા સ્વયંસેવકોએ રિસાઇકલિંગ માટે ૭૮ ટન પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ એકત્ર કરી છે. આ રેકોર્ડ કલેક્શન અભિયાન ત્રણ લાખ કર્મચારીઓ, એમનાં પરિવારજનો તથા આરઆઇએલ નાં પાર્ટનર્સ દ્વારા તેમજ ભારતભરમાં કેટલાંક સ્થળોમાં જિયો અને રિલાયન્સ રિટેલ જેવા એના આનુષંગિક વ્યવસાયોનાં સાથસહકાર સાથે થયું હતું.

કંપનીએ ઓક્ટોબરમાં રિસાઇકલ૪લાઇફ નામનું વિસ્તૃત અભિયાન શરૂ કર્યું હતું, જેણે પોતાની કામગીરીની આસપાસનાં વિસ્તારોમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવા અને રિસાઇકલિંગ માટે પોતાની ઓફિસોમાં લાવવા પ્રોત્સાહન આપ્યું હતું. ભારતમાં આરઆઇએલ અને આનુષંગિક વ્યવસાયો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પૃથ્વી માટે રિસાઇકલિંગનો સંદેશ ફેલાવે છે.

2 3

રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા એમ અંબાણીએ કહ્યું હતું કે:રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે માનીએ છીએ કે, આપણાં પર્યાવરણનું જતન કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનનું  સ્વચ્છતા હી સેવા અભિયાન પ્રોત્સાહન, પ્રેક્ટિસ અને પ્રસાર પર નિર્મિત છે, જે અમે રિસાઇકલ૪લાઇફ અભિયાન રિસાઇકલિંગનાં મહત્ત્વની જાગૃતિ લાવવા માટે શરૂ કર્યું છે. રિલાયન્સનાં હજારો કર્મચારીઓ અને તેમનાં પરિવારજનો ભારતમાં તમામ વિસ્તારોમાં છે, જેઓ આ અભિયાનમાં રિસાઇકલ પ્લાસ્ટિકનાં કચરાને એકત્ર સામેલ થયા હતાં અને રેકોર્ડ કર્યો હતો. આપણે આપણી ભવિષ્યની પેઢીઓ માટે ઉજ્જવળ, શ્રેષ્ઠ, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ અભિયાન માટે કટિબદ્ધ છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન નિયમિતપણે સ્થાનિક સમુદાયમાં સાફસફાઈની એક્ટિવિટીને સાથસહકાર આપે છે. ગયા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ મીઠી નદી અને મુંબઈમાં વર્સોવા બીચની સાફસફાઈમાં સહભાગી થયા હતાં. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવા દેશભરમાં જિયોની ટીમ ૮૦૦થી વધારે રેલવે સ્ટેશનો પર સફાઈ અભિયાન કરવા એકમંચ પર આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનાં ડોક્ટરો અને નર્સો સાફસફાઈ અભિયાન અને તેમની આસપાસનાં વિસ્તારોમાં વસતાં સમુદાયોની જાગૃતિ માટે કામગીરી કરે છે. ગ્રામીણ સમુદાય સાથે જોડાણ કરીને રિલાયન્સ ફાઉન્ડેશને ભારતનાં વિવિધ વિસ્તારોમાં કેટલાંક ગામડાઓમાં સાફસફાઈ અને રિસાઇકલિંગ એક્ટિવિટીને સાથસહકાર પણ આપ્યો છે.

એફકેઝેડ 2

રિસાઇકલ૪લાઇફ અભિયાનનાં ભાગરૂપે એકત્ર કરવામાં આવતી વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સનું રિસાઇકલિંગ આરઆઇએલનાં રિસાઇકલિંગ યુનિટમાંનાં એક યુનિટમાં મૂલ્ય સંવર્ધનમાં પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્પાદનની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. છેલ્લાં બે દાયકાથી વધારે સમયથી પોતાની પર્યાવરણને અનુકૂળ બિઝનેસ પ્રેક્ટિસ તરીકે આરઆઇએલ પોસ્ટક્ધઝ્યુમર (ઉપયોગ થયેલી) વેસ્ટ પીઇટી બોટલ્સનું રિસાઇકલિંગ કરે છે. આ પર્યાવરણને અનુકૂળ કામગીરી અને સતત ચક્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંપની દુનિયામાં એકમાત્ર છે, જેણે બોટલો બનાવવા માટે પીઇટી રેસિનનું સર્જન કરવું, ફેંકેલી પીઇટી બોટલ્સમાંથી ચક્ર પૂર્ણ કરે છે, પછી તેમને ડાઉનસ્ટ્રીમ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન દ્વારા ઉપયોગ માટે પર્યાવરણને અનુકૂળ પોલીસ્ટર ફાઇબર રેક્રોનઍ ગ્રીન ગોલ્ડમાં પરિવર્તિત કરે છે, જે ફાઇબરને ઉચ્ચ મૂલ્ય સ્લીપ પ્રોડક્ટ અને ‘છઊહફક્ષ‘ ફેબ્રિક ૨.૦ આધારિત ફેશન એપેરલમાં પરિવર્તિત કરે છે.

આરઆઇએલ ભારતમાં ઉપયોગ થતી પીઇટી બોટલ્સ રિસાઇકલ કરનાર સૌથી મોટી કંપનીમાંની એક છે અને એણે ‘છઊહફક્ષ‘ ગ્રીન ગોલ્ડ ફેબ્રિક ટેકનોલોજી વિકસાવી છે, જે દુનિયામાં કાર્બનનું સૌથી ઓછું ઉત્સર્જન કરતી ટેકનોલોજીઓમાંની એક છે. એનો શ્રેય ફાઇબર રિ-એન્જિનીયરિંગમાં વિસ્તૃત સંશોધન અને વિકાસ તથા એની કુશળતાને જાય છે. આરઆઇએલએ સ્પેશિયાલિટી ફેબ્રિક્સનાં પોર્ટફોલિયો ‘છઊહફક્ષ‘ ઊભો કર્યો છે. ‘છઊહફક્ષ‘ એ એક્ટિવ વેર, ડેનિમ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ અને એથનિક વેર જેવા તમામ એપેરલ સેગમેન્ટની કામગીરીમાં વધારો કર્યો છે. આ ફેબ્રિક્સ હબ એક્સલન્સ પ્રોગ્રામ (એચઇપી) પાર્ટનર્સની સક્રિય ભાગીદારી સાથે ઊભો થયો છે, જે ભારતનાં વિવિધ ટેક્સટાઇલ કેન્દ્રમાં ફેલાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.