Abtak Media Google News

નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસના ઉપક્રમે ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં યોજાયેલા કેમ્પમાં અપાયા ડોઝ

શહેરના લાખો લોકોને સ્વાઈન ફલુના કહેરથી એક વર્ષ માટે સુરક્ષીત કરવા નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસ સાથે મળી ભાજપ દ્વારા ભગીરથ પ્રયાસ કરાયો છે. શહેરના તમામ વોર્ડમાં રહીશોને ડો.ચૌલાબેન લશ્કરી દ્વારા ૭ વર્ષના સંશોધન બાદ તૈયાર કરાયેલી દવાના ડોઝ અપાયા છે.ગઈકાલે વોર્ડ નં.૫,૬,૭,૮,૧૫ અને ૧૬માં કેમ્પ યોજાયા હતા. જયારે આજે વોર્ડ નં.૯,૧૦,૧૧,૧૨,૧૭ અને ૧૮માં હજારો લોકોને સ્વાઈન ફલુથી રક્ષણ આપની દવાના ડોઝ અપાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં શહેરના તમામ વોર્ડમાં કેમ્પ યોજી લાખો લોકોને ૧ વર્ષ માટે સ્વાઈન ફલુ સામે સુરક્ષીત કરવામાં આવ્યા છે. આ તકે શહેરના અનેક મહાનુભાવો અને ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી. તંત્રના સત્તાધીશો પણ ઉપસ્થિત રહ્યાં હતા.વોર્ડ નં.૧૦માં મહિલા મોરચાના અંજલીબેન ‚પાણી, બિનાબેન આચાર્ય સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ વોર્ડના કોર્પોરેટરોએ દવાનો ડોઝ લઈ તેમજ લોકોને પણ ડોઝ પોતાના હસ્તે આપ્યો હતો. ઘણા લોકોએ આ ડોઝનો લાભ લીધો હતો. સાથે સાથે વોર્ડ નં.૧૦માં આવેલી ઈનોવેટીવ સ્કુલમાં પણ તમામ વિદ્યાર્થીઓને આ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંજલીબેન ‚પાણીએ ‘અબતક’ની ટીમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ભા.જ.પા. અને નેમિનાથ ટ્રસ્ટ અને ‘અબતક’ આ ત્રણેયના સંલગ્નથી આ સ્વાઈન ફલુને રોકવા માટે જે ફ્રી ડોઝનો કેમ્પ યોજવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટમાં ૧૦ વોર્ડમાં આ કેમ્પ થઈ ચૂકયો છે અને ભા.જ.પા.ના બધા જ વોર્ડના કાર્યકર્તાઓ ખુબ મોટા પ્રમાણમાં કામે લાગી ગયા છે અને લોકોની સુખાકારી માટે લોકોને તકલીફ ન પડે એટલા માટે લોકોની સાથે રહીને ભા.જ.પા.ના કાર્યકર્તાઓ કામ કરી રહ્યાં છે.સ્વાઈન ફલુએ એવો મોટો રોગ નથી કે જેનો આટલો બધો હાવ ઉભો કરવામાં આવ્યો છે. પણ એના માટે ચોક્કસ સાવચેતી તો રહેવું જ પડે અને જેમને ઉધરસ, ખાંસી અતે તકલીફ દેખાતી હોય એમણે તો ખાસ સાવચેત રહેવું જોઈએ. આ જે રોગ છે એ શ્ર્વાસની અથવા એકબીજાના હાથના સંપર્કથી થતો રોગ છે. એટલે જયારે આપણે સમૂહમાં જતા હોય ત્યારે ખાસ તકેદારી રાખવાની જ‚ર છે.વોર્ડ નં.૧૭ના નવનિત હોલ ખાતે આયોજીત કેમ્પની શ‚આત રાજકોટ ભાજપ શહેર પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી તથા જીતુભાઈ કોઠારી અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો હતો. ૪૦૦૦ જેટલા લાભાર્થીઓ કેમ્પનો લાભ લીધો હતો.શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં ડો.ચૌલાબેન લશ્કરી તરફથી તૈયાર કરવામાં આવેલ સ્વાઈન ફલુની દવાનો ડોઝ નિ:શુલ્ક આપવામાં આવેલ. આ કેમ્પમાં વોર્ડ નં.૧માં ડો.૯૦ નંબરની શાળા, ઉછંગરાય ઢેબર રોડ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજની આગેવાનીમાં આ કેમ્પનું દિન પ્રાગટય કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલ તેમજ દિલીપ પટેલ, રસીક, બદ્રકીયા, બાબુભાઈ આહીર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયા, ચા‚બેન ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.આ કેમ્પમાં વોર્ડ નં.૩માં ઠક્કરબાપા પ્રાથમિક શાલા ખાતે શહેરના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની આગેવાનીમાં તેમજ રાજકોટ શહેરના પ્રભારી પુષ્પદાનભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ કેમ્પનું દિપ પ્રાગટય કરવામાં આવેલ હતું. આ તકે વોર્ડના ભાજપના પ્રભારી દિનેશ કારીયા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી જગદીશ ભોજાણી, રાજુ દરીયાનાણી તેમજ જયશ્રીબેન પરમાર, દક્ષાબેન વાઘેલા, જહાન્વીબેન, મનોજ લાલ, કીરીટ શેઠ, વીજય કોશીયા, મુકેશ પરમાર, નિતીન ભટ્ટ, સુનીલ ટેકવાણી, ચંદુલાલ, નરોતમ પુજારા, સુરેશ રાઠોડ, મુન્ના બુંદેલા, નિતીન વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વોર્ડ નં.૪માં મોરબી રોડ પર કચ્છી લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડના હસ્તે તેમજ રાજકોટ શહેર ભાજપના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં આ કેમ્પનું દિપ પ્રાગટય કરાયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.