Abtak Media Google News

ઉનાળો આવી ગયો છે તો તડકો અને લુ નું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આવા સમયે લુ થી બચવું ખૂબ જ જરુરી બની જાય છે.

– લુ થી બચવા માટેના ઉ૫ાયો : – બને તો તડકામાં બહાર નીકળવું જોઇએ નહિં. જો નીકળવાનું થાય તો શરીરને સંપૂર્ણ ઢાંકીને નીકળવું જોઇએ. લુ નાં કારણે લોહીની રક્તશર્કરા ખતરનાખરુપથી ઘટી જાય છે. લુ લાગે તો તેની અસરો ઓછી કરવા માટે છાશ અને દહીંનું સેવન કરવું જોઇએ. ઉપરાંત પાણી પણ વધુ માત્રામાં પીવુ જોઇએ. બહાર નીકળતા પહેલું લીંબુ સરબત પીવુ પણ હિતાવહ રહે છે. લુ લાગવાથી શરીરની પ્રાકૃતિક શીતળતા માટેની સિસ્ટમ શરીરમાં હોય છે. તે બંધ થઇ જાય છે. જેના કારણે શરીરનું તાપમાન ઓછુ નથી થઇ શકતું પરિણામે શરીરનું તાપમાન વધતું જ જાય છે.

વધુને વધુ પાણી પીવાથી લુ ની અસર ઓછી થઇ શકે. માત્ર તરસ લાગે ત્યારે જ પાણી ન પીવું પરંતુ પાણી સમયાંતરે પીવુ જોઇએ કે જેથી શરીરમાંથી પાણીનો ભાગ ઘટે નહીં. પાણી શરીરમાં હશે તો ત્વચા પણ કોમળ, રહેશે. તથા વાળ પણ ખરતા અટકશે.
ઘણા લોકો એવા પણ હોય છે કે જે પાણીના બદલે ચાય, કે કોફી પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ચાય અને કોફી ઠંડા વાતાવરણમાં લાભદાયક છે. એવી જ રીતે ગર્મીનાં માહોલમાં તે અત્યંત નુકશાન પહોંચાડે છે. તો ચાય, કોફીની અવગણના કરી પાણી વધુને વધુ પીવું જોઇએ. ગરમીમાં શેરડીનો રસ, નારિયેલ પાણી, ફુટ્સનો જ્યુસ જેેવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ, કાચી કેરોની રસ એ માનવ શરીરનું તાપમાન ઓછુ કરવામાં મદદરુપ બને છે.

મનુષ્યનાં શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૬ ડિગ્રી ફરેન્ડહાઇટ હોવુ જોઇએ. જો માનવશરીરનું તાપમાન ૧૦૨થી ૧૦૩ ફરેન્હાઇટથી ઉપર થવા લાગે તો આ સ્થિતિ ખૂબ જ ખતરનાખ બની શકે છે. તેથી લુ થી પૂરંતુ રક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.